મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

નિરંતર – હસિત બૂચ

એક નિરંતર લગન ;
.       અમે રસ પાયા કરિયેં :
એકબીજામાં મગન :
.       અમે બસ ગાયા કરિયેં.

કોઈ ચાંગળું લિયે, પવાલું-
.       કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે મુખ છોને આડું ,
.       કે ઈતરાજી ઝાઝી ,
.              છાંય હોય કે અગન ; -અમે 0

સફર મહીં હો ઉજ્જડ વગડો,
.       કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
.       કે ઝરણાં ખળખળતાં ;
.              હવે મુઠ્ઠીમાં ગગન ; -અમે 0

-હસિત બૂચ

આવી અદભુત ગીતરચના આટલા વરસો સુધી નજરમાં આવી જ નહીં ! આવી રચના વાંચવાની-ગણગણવાની-જીવનમાં ઉતારવાની બાકી રહી જાય તો આખો જન્મારો એળે ગયો જાણવો.

10 Comments »

  1. Laxmikant Thakkar said,

    November 3, 2012 @ 3:09 AM

    “અમે બસ ગાયા કરિયેં,.એક નિરંતર લગન ;
    . અમે રસ પાયા કરિયેં : એકબીજામાં મગન :ઃ

    જીવનમાં ઉતારવાની…
    ” જીનેકી ચાહ હો અગર,,,તો જિંદગીકા કુછ ના કુછ લગાન દો !!!”-નરેન્દ્ર શર્મા
    પછી… તો….આનન્દ આનન્દ્..પરમ આનન્દ્,આઠે પ્હોર… આનંદ…ભયો ભયો…
    આભાર.
    -લા’કાન્ત / ૩-૧૧-૧૨

  2. Suresh Shah said,

    November 3, 2012 @ 4:20 AM

    અમે રસ પાયા કરિયેં ….

    સુંદર અને ગેય. આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  3. Rina said,

    November 3, 2012 @ 4:48 AM

    Beautiful….

  4. JASHU G. MEHTA said,

    November 3, 2012 @ 7:23 AM

    એકબીજામાં મગન :
    . અમે બસ ગાયા કરિયેં

  5. pragnaju said,

    November 3, 2012 @ 8:52 AM

    સ રસ ગીત
    સફર મહીં હો ઉજ્જડ વગડો,
    . કે નગરો ઝળહળતાં,
    યાળ ઉછાળે ખારો દરિયો,
    . કે ઝરણાં ખળખળતાં ;
    . હવે મુઠ્ઠીમાં ગગન
    વાહ્

    મોટા શહેરોમાં રહીને તગડી કમાણી કરતા આજના યુવાવર્ગ પોતાના જીવન મૂલ્યોને સાચવીને પોતના ક્ષેત્રમાં પ્રગતિ કરે તો સહજીવન તો સબંધોના તાણાવાણાથી જ શોભે.
    યાદ:

    સહજીવનમાં સાથે રહેવાની ઈચ્છા છે
    સંગતિમાં જીવનનો આનંદ ને સુગંધ છે

    બાગમાં દરેક ફૂલની ખુશબો હોય છે
    તેમ દરેક વ્યક્તિનીયે સૌરભ હોય છે

    સહજીવનમાં સ્ત્રીની મધુર સુગંધ છે
    પુરુષનાયે સાંનિધ્યમાં વિશેષ સૌરભ છે
    તેથી જ બેઉને સાથે રહેવાની ઉત્કંઠા છે

    સહજીવનની પ્રેરણા નૈસર્ગિક છે
    પણ સંયોજન અને વ્યવસ્થા સાંસ્કૃતિક છે

    જેઓ એકમેકના જીવનને સંપન્ન કરે છે
    સુરભિત કરે છે, એમનું સહજીવન
    ચરિતાર્થ થાય છે, આનંદમય થાય છે…..
    તો જ
    એક નિરંતર લગન ;
    . અમે રસ પાયા કરિયેં :
    એકબીજામાં મગન :
    . અમે બસ ગાયા કરિયેં.

  6. Maheshchandra Naik said,

    November 3, 2012 @ 2:46 PM

    એક નિરંતર લગન;
    અમે રસ પાયા કરિયે;
    ીકબીજામાં મગન;
    અમે બસ ગાયા કરિયે
    અદભૂત ગીત, જીવનમા સ્વિકારવા જેવી વાત…………………………

  7. Amin Panaawala said,

    November 4, 2012 @ 1:30 AM

    સ ર સ્

  8. Rakesh Thakkar, Vapi said,

    November 4, 2012 @ 9:37 AM

    અદભુત ગીતરચના

  9. Sudhir Patel said,

    November 4, 2012 @ 11:22 AM

    મસ્ત મૌલા ગીત!
    સુધીર પટેલ.

  10. lata hirani said,

    November 5, 2012 @ 2:53 AM

    સરળતા જેવી અદભુત ચીજ બીજી કોઇ નથી.. આ ગીતના ભાવો અને એની સરળતાને કારણે ઍ સોઁસરવુઁ ઊતરી જાય છે… કવિને સો સલામ્..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment