એમ પીડાઓ મજા કરતી રહી,
જાણે આવી હોય મારી જાનમાં !
– નિનાદ અધ્યારુ

ઓશિયાળા થૈ ગયા – ‘ગની’ દહીંવાળા

તેજ-છાયાની રમત મતભેદ રમતા થૈ ગયા,
બારણે સૂરજ ઊભો ને ઘરમાં દીવા થૈ ગયા !

આ પરાધીન જીવવાની શી પ્રણાલી પાંગરી !
કેટલાં હૈયાં ઉછીના શ્વાસ લેતા થૈ ગયા !

કોઈએ જ્યાં ફેરવી લીધા નયન તો દુ:ખ થયું,
જોઈ લીધું તો જીવનભર ઓશિયાળા થૈ ગયા !

ભાન છે થોડું પીધાનું અને હવે તળિયું દીસે,
જામ શું ચોરીછૂપીથી ઘૂંટ ભરતા થૈ ગયા ?!

આપણે ખુદમાં ન જાણે ક્યારથી કીધો પ્રવેશ,
બંધ ઘરના દ્વાર શી રીતે ઊઘડતાં થૈ ગયાં ?

રાતની બેચેનીઓનું ચિત્ર આ ચાદરના સળ,
કેટલી સહેલાઈથી સાકાર પડખાં થૈ ગયાં !

કાંઈ નહોતું છતાં દેખાવ જેવું છે,’ગની’,
જિંદગીની ધૂળ સળગી ને ધૂમાડા થૈ ગયા.

– ‘ગની’ દહીંવાળા

3 Comments »

  1. Maheshchandra Naik said,

    October 1, 2012 @ 1:37 PM

    શ્રી ગનીભાઈને લાખ લાખ સલામ, શ્રી ગનીભાઈને રુબરુ મળ્યાનો, સુરતના મુશાયરામા સાંભળવાની તક મળી હતી એનો આજે પણ આનંદ છે
    સરસ ગઝલ અમારા સુધી લઈ આવવા માટે અમારા આપને અભિનદન…………..

  2. perpoto said,

    October 1, 2012 @ 10:08 PM

    સાદી ભાષામાં સોંસરવો અનુભવ….

  3. Harshad said,

    October 2, 2012 @ 9:51 PM

    Dear Ganibhai ne SALAM!! Tamane kadi n bhulai !!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment