ઝાકળબુંદ : ૫ : ગઝલ – સુનીલ શાહ
જગતના માણસો મારી કદર કરશે નહીં તો શું?
સરકતી રેતની સંગે સમય ફરશે નહીં તો શુ?
બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?
દુવાઓ આમ કરવાની સમજ હોતી નથી ત્યારે
ગગનના પાલવેથી તારલા ખરશે નહીં તો શું?
ખુશીની કોઈ પળ આવે સદા બસ, એમ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?
ઘણી સંભાળ રાખીને લખી છે આ ગઝલ આજે
દફન વેળા જરા અજવાળું પાથરશે નહીં તો શું?
– સુનીલ શાહ
સુગંધોના બજારની ખરી કિંમત પવનથી છે. પવન ન અડે તો સુગંધનું વળી મૂલ્ય શું? સૂરતના જ નવા ગઝલકાર સુનીલ શાહની આ ચિંતા પણ વ્યાજબી લાગે છે. ગઝલ તો ઘણી કાળજી રાખીને લખી છે, પણ એ મૃત્યુવેળાએ પ્રકાશ નહીં આપે તો શું અર્થ? દુઆવાળો શેર પણ સરસ થયો છે. એક બાજુ દુઆ કેવી રીતે કરવી તેની સમજ નથી અને બીજી બાજુ કોઈ તારા પણ ખરતા નથી- દુર્ભાગ્ય બે બાજુએથી કરડે ત્યારે માણસ શું કરે?
Pinki said,
October 5, 2007 @ 2:19 AM
વાહ્… .. સુનિલભાઈ,
અભિનંદન !!!
વાંચેલી, જાણેલી, માણેલી
છતાં લયસ્તરો પર, માણવાની વધુ મજા આવી……… ! ! !
આખી ગઝલ નવું જ કંઈક કહી જાય છે પણ
આ ‘સુગંધોના બજાર’ તો અદ્..ભૂત છે.
salilupadhyay said,
October 5, 2007 @ 5:12 AM
nice really beautiful
pragnajuvyas said,
October 5, 2007 @ 9:33 AM
આખી ગઝલ સુંદર-તેમાં
બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?
દુવાઓ આમ કરવાની સમજ હોતી નથી ત્યારે
ગગનના પાલવેથી તારલા ખરશે નહીં તો શું?
ખુશીની કોઈ પળ આવે સદા બસ, એમ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?
અતિ સુંદર
સૂરતના જ ગઝલકાર સુનીલ શાહને નવોદિત કહીએ?
છે? વાત જાણે…, રહીશું, જોકરની બાજી, ગમે ,નથી કરવાનો, અમરફળ જોઈએ, ઘર બને, સમયને ઓળખી ચાલો, તોડજે તું મૌનને ,નહીં તો શું? રડી એકલી, જીવન, મેહુલો,હતી વગેરે વગેરે અનેક કાવ્યો-ગઝલો વાચીએ ત્યારે તેમણે સાધેલી ઉત્તરોત્તર પ્રગતીથી ઘણો જ આનંદ થાય છે.બીજા સૌ નવોદીતો પણ આ ઉપરથી પ્રેરણા લેશે અને કાવ્યના પીંગળનો પુરો અભ્યાસ કરશે;તેવી આશા.
તેમને ગમતા શેરમાં કહીએ તો
जो बात दीलसे नीकलती है, असर रखती है ।
पर नहीं, ताकते- परवाझ मगर रखती है
સુનીલ ઉંઝા જોડણીમાં લખૅ છે.તેઓ માને છે કે નવો ક્રાંતીકારી વીચાર અપનાવનારા હંમેશા લઘુમતીમાં જ હોય છે.પરીવર્તન હંમેશા ધીમી ગતીએ થતું હોય છે.પરંપરાવાદીઓ ભલે બુમરાણ મચાવે, સામા પ્રવાહે તરનારાઓને આ નહી તો પછીની પેઢી પ્રમાણીત કરે જ છે. પરીવર્તનના સુરજને પરંપરાની ધુળ ઢાંકી ન જ શકે.
વિવેક said,
October 5, 2007 @ 10:01 AM
કવિ અને કવિની માન્યતા -બંનેની ઈજ્જત લયસ્તરોના સર-આંખો પર છે… સુનીલભાઈના નામથી લઈને એમની આખી ગઝલમાં ક્યાંય એમની ઈચ્છાવિરુદ્ધ પરંપરાગત જોડણી ન ઉમેરાઈ જાય એની અમે કાળજી લીધી છે…
સુનીલ શાહ said,
October 7, 2007 @ 3:41 AM
આભાર વિવેકભાઈ. એક સ્પષ્ટતા કરું કે મારી ગઝલો મુ.વફા સાહેબના બ્લોગ પર અને રીડગુજરાતી.કોમ પર મુકાઈ ત્યારે તે મેં પરંપરાગત જોડણીમાં જ મોકલેલી. કારણ કે મારે મન સામી વ્યક્તીની માન્યતાનો આદર કરવો એ બહુ મોટી વાત છે. જોડણીનો વીવાદ તો એક નાનકડી–સામાન્ય બાબત છે. આપણે એકબીજાના સંપર્કમાં રહી કેવળ પ્રેમ વહેંચીયે તે મહત્વની બાબત છે. હું કોઈનો આદર કરીશ તો જ કોઈ મારો આદર કરશે એ વાતે હું સ્પષ્ટ છું. છતાં મારા કોઈ વીચારથી કોઈની પણ માન્યતાને ઠેસ પહોંચી હોય, કોઈની લાગણી દુભાઈ હોય તો ક્ષમા યાચના.
sunras2226@yahoo.co.in
jugalkishor said,
October 7, 2007 @ 9:42 AM
અહીં સર્જક, સર્જન, ભાવક જ નહીં, આયોજકો પણ એક નવી ઉંચાઈએ બેસીને લયસ્તરોને જાળવી રહ્યાં છે, એ જોઈને અત્યંત આનંદ-સંતોષ અનુભવાયો.
સૌ એક અવાજે જાણે ભાષા અને શારદાની વંદના કરી રહ્યાં હોય તેવું લાગ્યું. આ માટે આયોજકો સૌથી પહેલાં ધન્યવાદના અધીકારી છે. સુનીલભાઈને, એમની રચનાને અને એમની માન્યતાને પણ માન મળ્યું એ ઘટના પણ આયોજનની તટસ્થતા બતાવે છે. સર્જકે અન્ય બ્લોગર્સની માન્યતાનો ખ્યાલ રાખ્યો તો અહીં એમની માન્યતા પણ સ્વીકારાઈ; બહુ જ આનંદ થયો.
કાવ્યસ્તરોને અભીનંદન !
તા.5-12-06ના રોજ લયસ્તરો અંગે મેં નોંધ પદ્યમાં મુકી હતી, તેને આજે ફરી સંભારવાનો લોભ જતો નહીં કરું :
કાવ્યનો જે શ્વાસ ને ઉચ્છ્વાસ, તે લય;
કાવ્યનો તો પ્રાણ પણ લય.
રૂપ ના, પણ સ્પર્શ ને જે ઘ્રાણ-
તે લય.
એમનાં શાં શોધવાનાં હોય સ્તર,
એ રહે, સૌ સર્જકોના સ્તર ઉપર.
કાવ્યને તો એક બસ્ લય, એક સ્તર-
સર્જી ર્ હે ભાવક મહીં જે સ્તર્ ઉપર સ્તર !!
લયસ્તરોના સર્જકો-સંચાલકો ને ભાવકો ! આ હેપ્પી-ડે નાં સૌને વધામણાં.
harnish jani said,
October 8, 2007 @ 9:15 AM
જ્યરે ગઝલ આટલા બધા’ ગુણીજનૉને પ્રભાવઇત કરેઈ અએ ગઝલનુ’ માપ ચ્હે. મને પણ ખુબ ગમઈ.
ઊર્મિ said,
October 8, 2007 @ 9:40 AM
નહીં તો શું? ની સુંદર અટકળો.. સુંદર ગઝલ…
અભિનંદન સુનીલભાઈ!
સુરેશ જાની said,
October 8, 2007 @ 3:12 PM
1964 માં જન્મેલ સુનીલ સાથે જ્યારે મારો પહેલી વાર પરીચય થયો ત્યારે મારાથી આકસ્મીક જ તેને ‘દીકરા’ નું સંબોધન થઈ ગયું હતું.
આજે જ્યારે તેની રચનાનું મારા મીત્રો માન્યતાઓને બાજુએ રાખીને બહુમાન કરે છે તે જાણ્યું; ત્યારે મારો આનંદ સમાતો નથી.
ભાશા, લીપી, જોડણી એ બધાં તો સાવ ક્ષુલ્લક છે. ભાવ જ સર્વોપરી છે.
મારાં અત્યંત વહાલાં ‘ લયસ્તરો ‘ ભાવજગતના ઉંચા સીમાડે આજે પહોંચ્યા છે – એક નવી ઉંચાઈ સીદ્ધ કરી છે.
ખુબ ખુબ અભીનંદન વિવેક .
સુરેશ જાની said,
October 8, 2007 @ 3:15 PM
બીજું એક અવલોકન. હરનીશભાઈની કોમેન્ટ મેં પહેલી જ વખત ગુજરાતીમાં જોઈ. તેમને પણ મારા ખુબ અભીનંદન.
Chirag Patel said,
October 8, 2007 @ 3:23 PM
અભીનન્દન સુનીલભાઈ! અભીનન્દન ‘લયસ્તરો’!
ખુશીની કોઈ પળ આવે સદા બસ, એમ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?
આ પંક્તીઓએ ઘણું જ ધ્યાન ખેંચ્યું.
Uttam Gajjar said,
October 16, 2007 @ 11:44 PM
સરસ ગઝલ..!
સરસ પ્રતીભાવો પણ મળ્યા છે !
અને ભાઈ વીવીકે તમારી ગઝલની ખાતરબરદાસ્ત કરી છે તે તો અજોડ..
ભાઈ વીવેકની ખેલદીલીને સલામ..એક સાચો સર્જક જ અન્ય સર્જકની કૃતીને
આવો આદર આપી શકે ! ધન્યવાદ..
..ઉ.મ..
Ketan Shukla said,
October 22, 2007 @ 7:20 AM
સુનિલ ભાઇ ગઝલને માત્ર માણિ શકુ ગઝલ ને જાણવિ એ મારા બસનિ વાત નથિ, તો પણ આપનિ ગઝલ માણવાનિ મઝા આવિ અભિનન્દન