કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે.

ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’

ઝાકળબુંદ : ૧ : સમજણ પડી – સુરેશ પરમાર

ડગલે ને પગલે નડી છે;
જ્યારથી સમજણ પડી છે.

વાંચ ને ઉકેલતો જા;
પત્રમાં જે એક ગડી છે.

એના જેવી, આહ ભરતાં;
ક્યાં મને પણ આવડી છે ?

આંખ કેવી, જળકમળવત !
સાવ કોરી રહી, દડી છે.

એ કહે છે: “મૌનને ગા”;
‘સૂર’ સંકટની ઘડી છે.

– સુરેશ પરમાર

એક જ શેર મારે માટે તો ઘણો છે… ખરી વાત છે, પોતાની સમજણ માણસને જેટલી નડે છે એનાથી વધારે કોઈ ચીજ નડતી નથી ! આંખ કેવી… શેર પણ ખૂબ સરસ થયો છે.

8 Comments »

  1. Pinki said,

    October 2, 2007 @ 12:26 AM

    ખૂબ સરસ ! !

    અને આ તો –

    ધર્મસંકટ મૌનનું એ ‘સૂર’સંકટ ! !

    આઁખ અને જળકમળવત્…. … રહી દડી છે ! !

  2. Shah Pravinchandra Kasturchand said,

    October 2, 2007 @ 8:47 AM

    બહુજ સરસ રચના છે.
    અભિનંદન.

  3. pragnajuvyas said,

    October 2, 2007 @ 8:49 AM

    મૌન જ સત્ય છે જ્યારે પ્રેમ-લાગણીઓનું
    વર્ણન કરીએને અસત્ય શરુ થાય છે!

    ‘એના જેવી, આહ ભરતાં;
    ક્યાં મને પણ આવડી છે ?
    આંખ કેવી, જળકમળવત !
    સાવ કોરી રહી, દડી છે.’
    સુંદર…

    ‘એ કહે છે: “મૌનને ગા”;
    ‘સૂર’ સંકટની ઘડી છે’.

    આ બધાની વેદના!
    સૂર’ સંકટની ઘડી
    એમ જ રહેવા દઈએ!
    સુરેશ પરમારને
    અભિનંદન

  4. વિવેક said,

    October 2, 2007 @ 9:24 AM

    સુંદર ગઝલ… મક્તો પણ અદભુત થયો છે… આંખવાળો શેર પણ કાબિલે-દાદ છે. મૌનને ગાવાની વાત સાથે તખલ્લુસ અને સંકટને સાંકળવાનો પ્રયોગ પણ અર્થદાયી એન ઉપકારક થયો છે… ખૂબ ખૂબ અભિનંદન, સુરેશભાઈ !

  5. ઊર્મિ said,

    October 2, 2007 @ 9:23 PM

    સરસ ગઝલ.. અભિનંદન!

  6. Sangita said,

    October 4, 2007 @ 8:59 AM

    ડગલે ને પગલે નડી છે;
    જ્યારથી સમજણ પડી છે.

    સ્ર્સ!

  7. parshuram chauhan said,

    April 22, 2008 @ 9:35 AM

    ઘણી સરસ ગઝલ લખો છો !

  8. Suresh Parmar said,

    June 25, 2015 @ 3:25 AM

    આભાર; સહુ મિત્રોનો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment