ગઝલ – -અહમદ મકરાણી
કોઈને જોયા હશે-ની યાદ છે,
મેળવી ખોયાં હશે-ની યાદ છે.
છે હરણની છાપ રણમાં તો હજી,
ઝાંઝવે ટોળાં હશે-ની યાદ છે.
ટેરવાંનાં તોરણો અટકી ગયાં,
સ્પર્શને પ્રોયાં હશે-ની યાદ છે.
આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે-ની યાદ છે.
-અહમદ મકરાણી
આંગળીના ટેરવાંમાં સ્પર્શ પરોવાઈ જાય તો ટેરવાં તોરણ બનીને બારસાખ પર સ્થિર લટકી-અટકી જાય-ની વાત કેવી મસૃણતાથી અહીં રજૂ થઈ છે ! અને બાકીના ત્રણ શેર પણ એવા જ મજાનાં નથી?
જયશ્રી said,
October 18, 2007 @ 2:45 AM
વાહ… આજે તો બે જ કલાકમાં બીજી ગઝલ…
નાની અમથી પણ એકદમ સરસ ગઝલ… એમાં પણ શરૂઆત વધારે ગમી….
કોઈને જોયા હશે-ની યાદ છે,
મેળવી ખોયાં હશે-ની યાદ છે.
કુણાલ said,
October 18, 2007 @ 6:23 AM
આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે-ની યાદ છે.
કોઇની સુંદરતાના આવા વખાણ !!! કે આઈના પર કાજલનો ડાઘ ..નજર ન લાગે એટલે .. વાહ.. મજાની કલ્પના ..
કુણાલ said,
October 18, 2007 @ 6:25 AM
અને વિવેકભાઈ આ “મસૃણતા” શબ્દ પહેલી વાર જોયો .. શબ્દાર્થ સમજાવશો ?
વિવેક said,
October 18, 2007 @ 6:42 AM
‘મસૃણતા’ એટલે કોમળતા, સુંવાળપ
Pinki said,
October 18, 2007 @ 7:35 AM
વિવેકભાઈ
આખી ગઝલ જ જાણે અટકળો આપીને –
આપણને એના બારસાખ પર જ અટકાવી નથી દેતી
કંઈક ‘યાદ’ કરવા …. !!
કદાચ ‘હશે ‘ શબ્દ મજબૂર કરી દે છે .
અને ઝાંઝવે ય ટોળાં જામી ગયા….
સાચે જ મોહી પડ્યાં – ની જ યાદ છે !!
pragnajuvyas said,
October 18, 2007 @ 9:23 AM
શિલ્પીન થાનકી, અહમદ મકરાણી અને જયંત વસોયા ની ત્રિપુટી,
ઉપલેટામાં અમર,અકબર, એમ્થની તરીકે ઓળખાતી !
રદ્દીફ અને કાફીયાનું નાવીન્ય અને બહર પરનું પ્રભુત્વવાળી
જિંદગીનું નામ બીજું પ્રેમ છે,ને ગણો તો એ બધાનો વહેમ છે.ઓરડામાં આમ તો હોતુ નથી કશું.
પંડને પામી શકાયું ના હજી,સ્નાન, તસ્બી, બંદગી ઓછી પડી
હવે આપણી બધાની સ્મૃતિમાં ફરી ફરીને યાદ આવતાનો અનુભવ,વિવેકની ભાષામાં કહીએ તો મસૃણતાથી વર્ણવ્યો છે!તેમાં —
અઆયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે-ની યાદ છે.
નજર લાગી જાય તેવો શેર…
વાહ !
Jina said,
October 18, 2007 @ 10:36 AM
ગઝલ ખૂબ જ ગમી વિવેકભાઈ!!