સૂની પડી સાંજ
સૂની પડેલી સાંજને સમજવા મથતા મારા પ્રિય ત્રણ શેર પ્રસ્તૃત છે.
એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
-નયન દેસાઈ
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
-ભગવતીકુમાર શર્મા
બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ ઉમ્બર પર અધૂરી સાંજ આ નાખી ગયું.
-નયન દેસાઈ
(વધારાની માણવા જેવી હકીકત એ છે કે બન્ને કવિ મારા શહેર સૂરતના છે! )
પ્રત્યાયન said,
September 27, 2005 @ 12:03 PM
સાંજ અનેક પ્રકારે કવિના ભાવ વિશ્વ સાથે સંકળાયેલી છે. એક અલગારી અને રોમેન્ટીક સંદર્ભ….
સાંજ ઢળતાં જ રોશન થતાં, મહેકતાં હાથ ગજરા, ગળે હાર ઝૂલાવતાં,
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા, આ અમે નીકળ્યાં
ખેસ ફરકાવતાં.
-રાજેન્દ્ર શુક્લ
narmad said,
September 27, 2005 @ 1:31 PM
વાહ ક્યા બાત હૈ !
Pancham Shukla said,
May 7, 2009 @ 7:40 PM
ધવલ
ઉપરનો શેર તો ૧૯૭૭ની આજુબાજુનો હશે પણ…..રાજેન્દ્ર શુક્લની તાજી ગઝલનો શેર ટાંકું તો-
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા, નીકળ્યા તો ખરા ખેસ ફરકાવતા,
પણ પછી શું થયું કંઈ ખબર ના રહી, કઈ ક્ષણે ખેસની રામનામી કરી !
૧૦/૧૨/૨૦૦૮
આખી ગઝલ અહીં છે.
પિંડને પાંખ દીધી અને –
http://www.rajendrashukla.com/Archives.html
pratap mobh said,
December 18, 2009 @ 8:04 AM
વાહ ખુબ સરસ …………
kanchankumari parmar said,
January 5, 2010 @ 5:51 AM
હર એક શામ આહ બનક ગુજરિ ;અગ ર ચેન સે ગુજરિ તો સમઝો ભુલ સે ગુજરિ……