ગઝલ – હરીશ ઠક્કર
લાગણી છલકાય જેની વાતમાં,
એક-બે જણ હોય એવા, લાખમાં.
બંધ ઘરમાં ના જવું એ સૂચના,
જાવ તો આવે કશું ના હાથમાં.
છે વિરોધાભાસથી ભરપૂર, પણ
શબ્દકોશ આખો તમારી આંખમાં.
ચીસ પાડીને પછી કહેવી પડી,
વાત કરવાની હતી, જે કાનમાં.
હૈયું ખોલે ને શરત એવી કરે –
તું પ્રવેશી ના શકે આ દ્વારમાં.
– હરીશ ઠક્કર
આખેઆખી મનનીય ગઝલ… શબ્દકોશવાળું કલ્પન કેવું મજાનું ! અને ચીસ પાડીને વાત કરવી પડવાની વાત તો આપણા સહુના જીવનની કહાણી જ નથી?
Rina said,
April 18, 2014 @ 3:20 AM
Awesome……
Bhavin said,
April 18, 2014 @ 3:34 AM
અમેઝિન્ગ….
perpoto said,
April 18, 2014 @ 3:34 AM
છે વિરોધાભાસથી ભરપૂર, પણ
શબ્દકોશ આખો તમારી આંખમાં.
સરસ કલ્પન…
જોવા આપી છે
દેખાડવા તો નહીં
દર્દ આંખોએ
Bhavin said,
April 18, 2014 @ 3:35 AM
Hi
Reena
nice line above gazals
ચીસ પાડીને પછી કહેવી પડી,
વાત કરવાની હતી, જે કાનમાં….
સુનીલ શાહ said,
April 18, 2014 @ 8:01 AM
સરસ રચના…સુંદર અભિવ્યક્તિ
Harshad said,
April 18, 2014 @ 9:59 PM
Like it, vah vah gazal!!
Dharmendra Hariyani said,
April 18, 2014 @ 11:53 PM
Apana Shabdoni Gunj Sidhi J Hraday ma Pahuche Chhe.
ડૉ.મહેશ રાવલ said,
April 19, 2014 @ 12:56 AM
વાહ…હરીશભાઇ,
બહુજ સુંદર અને મનનીય ગઝલ .
અભિનંદન.
pankaj vakharia said,
April 19, 2014 @ 4:27 AM
ખુબ સુન્દર રચના