એની તરસ-ચિનુ મોદી
એની તરસનો ક્યાં તને અંદાજ છે ?
એ ઝાંઝવા પાણી ગણી પી જાય છે !
મારો નથી એ એકલાનો એટલે,
મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?
જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં ઉદાસી હોય છે;
લો, આપણા ઘરનો ઘણો વિસ્તાર છે.
તારા નગરમાં ચાર પગલાં પાડતાં
આ શ્વાસમાં તો પીળો પીળો થાક છે !
ઇર્શાદ, તારી નાવને હંકાર ના,
ચોથી દિશાનું ક્યાં તને કૈં ભાન છે ?
-ચિનુ મોદી
ત્રીજો અને ચોથો શેર બહુ ન ગમ્યા. બાકીના શેર અર્થગંભીર છે.
Mukesh Kishnani said,
September 3, 2012 @ 6:32 AM
મેં તો ડુંગર પર દીવડો મેલ્યો
કે ગગન મારું ઝળહળતું
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો
કે ભવન મારું ઝળહળતું …..મેં તો
-દલપત પઢીયાર
pragnaju said,
September 3, 2012 @ 8:03 AM
મારો નથી એ એકલાનો એટલે,
મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?
ઇર્શાદ, તારી નાવને હંકાર ના,
ચોથી દિશાનું ક્યાં તને કૈં ભાન છે ?
બહુ ગમ્યા
La'Kant said,
September 3, 2012 @ 8:18 AM
” મારો નથી એ એકલાનો એટલે,
મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?”- { બીજો શેર }
સામાન્ય માન્યતા પ્રમાણે ખુદા /ભગવાન/ગોડ ,આત્મા-પ્રાણ-જ્યોતિ સ્વરૂપે હૃદય-કેન્દ્રમાં સ્થિત મનાય છે ,પણ તે સર્વત્ર તેના આભામંડળરૂપે સમગ્ર અસ્તિત્વ પર છવાયેલો છેજ…લગભગ એક પારદર્શક
આવરણ બનીને .ખુદાના પ્રાણ-પ્રતિક તરીકે… સચરા ચારમાં વ્યાપ્ત તો છેજ ને?
કાવ્ય નાયક.યા કવિ સદા પ્યાસો,ઉદાસ અને થાકેલો છે હવે…આ આટલી સફર-યાત્રા પછી!!!
..ચોથી દિશા એટલે? ક્યાંથી આવ્યો? તે કે ક્યાં જવાનો તે? કે વળી બીજું કંઈક ઇંગિત છે? ખુલાસો માગી લે છે ….-લા’કાન્ત…./ ૩-૯-૧૨
perpoto said,
September 3, 2012 @ 9:19 AM
જ્યા જ્યા ગયો ત્યા….સચોટ છે.
બાકી તો મનની ભ્રમણા છે..ક્યાય હકારવાનુ નથી …
perpoto said,
September 3, 2012 @ 9:26 AM
જ્યાં જ્યાં ગયો ત્યાં …સચોટ છે.
બાકી તો મનની ભ્રમણા છે…ક્યાંય હંકારવાનું નથી..
Maheshchandra Naik said,
September 3, 2012 @ 2:10 PM
સરસ ગઝલ, કેટલાક શેર મનભાવન રહ્યા , આભાર
Dhruti Modi said,
September 3, 2012 @ 3:17 PM
સરસ ગઝલ.
beena kanani said,
September 7, 2012 @ 8:11 AM
ક્યારેક લાગે કે ક્યાઁ સુધેી કવિઓ ઉદાસેીનેી જ વાત કર્યા કરશે
અહેીઁ પેીડ પરાઈ જાણતલ નથેી
પોતાનેી જ કોઈ પેીડા
બસ ઉદાસેી.રૃગ્ણ ચેીસો
ચાર સારા શબ્દો/ચાર સારા લહેકા એટલે જ કાવ્ય્
કેમ કોઈનાઁ મિલન થકેી મળતો ઉલ્લાસ દેખાતો નથેી
કોઈને દિલ ભરેીને ચાહતા હોઈ એ તો મન ટહુક્યા કરે
પ્રિય વ્યક્તિ થકેી થએલેી અવગણના કે બેવફાઈ નાનેી લાગે એટલુઁ અઢળક અઢળક વરસતા મેઘ ક્યાઁ
ઉદાસેીનાઁ ભષણો ને કવિતા કહેી વાહ વાહ કરવાનો હવે કઁટાળૉ આવે
અપરાજિતા
અપરાજિતા