તને – ખલીલ ધનતેજવી
લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.
કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.
ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?
તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.
– ખલીલ ધનતેજવી
કેટલીક પરંપરાગત ગઝલ પરંપરાને અકબંધ રાખીને એને અતિક્રમી જતી હોય છે. આ એવી જ એક ગઝલ છે. વિષય તો ગઝલનો સૌથી જૂનો વિષય છે. પણ કેવા મઝાના શેર કર્યા છે એ તો જુઓ… પહેલો જ શેર દિલ જીતી લે એવો થયો છે. મૌનની મસ્તીથી રંજાડવાની વાત પણ સરસ રીતે આવી છે. કવિ ‘યાદ વળગાડું તને’ જેવો પરાણે મીઠો લાગે એવો પ્રયોગ પણ સહજતાથી કરે છે. ‘ઘર નથી’માં ચમત્કૃતિ છે. અને છેલ્લો શેર વિવિધ રીતે મૂલવી શકાય એવો થયો છે.
Dinesh Gajjar said,
September 18, 2007 @ 12:44 AM
Simply Superb…
Congrats…
salil said,
September 18, 2007 @ 3:37 AM
ગ્રેટ બહુજ સરસ
વિવેક said,
September 18, 2007 @ 8:06 AM
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.
કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.
-સાચે જ સુંદર ગઝલ… એક-એક શેર કાબિલે-દાદ થયો છે…
તને « My thoughts said,
September 18, 2007 @ 1:12 PM
[…] From, https://layastaro.com/?p=888 […]
Viral said,
September 19, 2007 @ 8:33 AM
Really simply superb
dr.harish thakkar said,
September 19, 2007 @ 2:10 PM
ખૂબ સુંદર ગઝલ.અગ।ઉ સ।મ્ભળી ત્ય।રથી આ ગઝલ શોધતો હતો. આભ।ર. ખલીલને સલ।મ.
Urmi said,
September 21, 2007 @ 7:55 PM
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.
કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.
મજા આવી ગઈ… સ-રસ ગઝલ!
Abhijeet Pandya said,
March 25, 2009 @ 1:35 AM
સુંદર રચના.
ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?
ઉપરોક્ત શેરમાં છંદ તુટતો જોવા મળે છે. જો પ્રિન્ટ્ એરર હોય તો સુધારો કરવા
વિનંતિ.
nirlep - qatar said,
January 14, 2012 @ 11:23 AM
કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને…..અતિપ્રિય શેર
Karan Raval said,
March 11, 2017 @ 7:32 AM
ખલીલ ભાઇ એ થોડું ઉમેર્યુ છે, ઉપર ની ગઝલ માં
“તે ચન્દ્ર ને ક્યારેય નજીક થી જોયો છે.
અરીસો લઇ આવ, દેખાડું તને.”
Suresh Shah said,
March 31, 2020 @ 9:25 AM
ગમ્યુ. આભાર.
સાહેબા નુ સાહ્ય્બા કર્યુ હોત તો ….
સુરેશ શાહ, સિંગાપોર