ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?
- વિવેક મનહર ટેલર

ખેલૈયો – પલ્લવી ભટ્ટ

હસ્તરેખાઓમાં રેખાયું છે ઘણુંઘણું,
વાસરપોથી ઉકેલનારે, કંઈક પ્રગટ-અપ્રગટ
વાચ્ય-અવાચ્ય વચ્ચે ગૂંથ્યું છે ગૂંફન …
રોજ રોજ ઉકેલાતા ભાવિને પણ …
અકથિત રહેવું ઘટે… સહદેવક્ષણે…
ક્ષણ… પ્રમાણ… ઘટના બધું જ અગોચર,
બે બિન્દુ વચ્ચે મૂકી છે
અલ્પ સમજ
દાવ જે આવે
માત્ર ખેલૈયો જ બનવું…

– પલ્લવી ભટ્ટ

જીવનની બાજીને રમી લેવા સિવાય આપણો એના પર કોઈ હક નથી. વિતેલી કે આવનારી ક્ષણો તો આપણી પહોંચની બહારની વાત છે. હાથમાંથી સરી જતી સમયની રેતીને બે ઘડી રમાડી લેવી એ જ આપણો તો ખરો ખેલ છે !

3 Comments »

  1. Akshay Gohil said,

    September 11, 2007 @ 12:27 AM

    સુન્દર ખેલદિલ રચના. જીવનમા જોમ ભરવા માટે પુરતી છે.

  2. Pinki said,

    September 11, 2007 @ 2:03 AM

    રોજ રોજ ઉકેલાતા ભાવિને પણ …
    અકથિત રહેવું ઘટે… સહદેવક્ષણે…

    પણ શાને એ કોઇ ના જાણે ?
    ખરો ખેલૈયો તો એ જ બની જાય છે
    આપણે તો બસ કઠપૂતળી ?!

    ખૂબ જ સુંદર વાત…………

  3. વિવેક said,

    September 11, 2007 @ 2:10 AM

    સુંદર કાવ્ય…. સાચી વાત, ધવલ… ये लम्हा फ़िलहाल जी लेने दे ।

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment