ભમરો – પ્રદ્યુમ્ન તન્ના
(લીમડાની એક ડાળ મીઠી… … ચિત્રાંકન: પ્રદ્યુમ્ન તન્ના)
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું !
પલક અહીંથી, પલક તહીંથી
લળે વીંઝતો પાંખ્યું,
બે કરથી આ કહો કેટલું
અંગ રહે જી ઢાંક્યું ?!
જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું !
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
મેલી મનહર ફૂલ પદમનાં
પણે ખીલ્યાં કૈં રાતાં,
શુંય બળ્યું દીઠું મુજમાં કે
આમ લિયે અહીં આંટા ?
ફટ્ ભૂંડી ! હું છળી મરું ને તમીં હસો ફરી આડું !
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
– પ્રદ્યુમ્ન તન્ના
જે દિવસે સૌપ્રથમવાર પ્રદ્યુમ્ન તન્નાનું એક ગીત વાંચ્યું એ જ દિવસથી એમના તરફ અનોખો પક્ષપાત થઈ ગયો. અને કેમ ન થાય? આ એક સાવ સરળ સીધ્ધું-સટ્ટ ગીત જ જોઈ લ્યો ને ! આ ભાષાના પ્રેમમાં ન પડાય તો જ નવાઈ… ખરું ને ?
Pinki said,
September 7, 2007 @ 6:41 AM
એમનાં શબ્દોની ગૂંથણી અને આ લોકબોલીની મીઠાશ છે જ એવી કે
સાચે જ આપણા હ્રદયમાં અનન્ય સ્થાન મેળવી લે છે…….
ફરી એક સુંદર ગીત………
મેલી મનહર ફૂલ પદમનાં
પણે ખીલ્યાં કૈં રાતાં,
શુંય બળ્યું દીઠું મુજમાં કે
આમ લિયે અહીં આંટા ?
ખૂબ મજા આવી …………..
Bhavna Shukla said,
September 7, 2007 @ 9:42 AM
શુંય બળ્યું દીઠું મુજમાં કે
આમ લિયે અહીં આંટા ?
……………………………………..
સાદગી અને સરળતાનો કેવો અદભૂત શબ્દાલય!!!!
Pranav said,
September 8, 2007 @ 7:47 AM
પ્રદ્યુમ્નભાઈ,
બાપુ, નોખુ કાઠુ કા’ઈઢુ છે, તમે!
ભાષા ઉપર સ્વામી આનંદ જેવી પક્કડ કહુ તો અતિશયોક્તિ કહેવાય્?
ashok nanubhai said,
September 11, 2007 @ 1:52 AM
wonderful..fantastic..you have painted the poetry..expressions..i can listen to BHAMRA’s humming and can see the NAYIKA romantically feeling shy..Bapu..Bapu..