ઘરમાં ‘મરીઝ’ કેવા હતા રંક, રંક, રંક
મયખાનામાં જો જોયા હતા શાહ, શાહ, શાહ.
મરીઝ

ગઝલ – અશોકપુરી ગોસ્વામી

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

– અશોકપુરી ગોસ્વામી

વાંચતાની સાથે પહેલો શેર તરત જ ગમી ગયો. એને બે ચાર વાર વાપરી પણ જોયો. સરળ તો છે જ, સાથે પણ સશક્ત પણ છે. એવો જ મઝાનો શેર જીત્યાનો અર્થ હાર.. પણ છે. કેટલીય એવી જીત હોય છે જે હારથી ય વધારે ખરાબ હોય છે. આવી આછકલી જીતમાંથી જાતને બચાવવાનો ઉદ્યમ એ જ જીવનનો ખરો અર્થ છે.

9 Comments »

  1. જયશ્રી said,

    September 4, 2007 @ 2:45 AM

    ખરેખર ધવલભાઇ, પ્રથમ શેર તરત જ ગમી જાય એવો છે.

    અને મને તો આ પણ ખૂબ જ ગમ્યો…!!

    રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
    રણને જ આપણે બગીચો ધારવો હતો.

    વાત કદાચ થોડી off the track થઇ જાય, પણ મને હિન્દી ફિલ્મના એક નવા ગીતની ખૂબ ગમતી આ પંક્તિ યાદ આવી ગઇ…

    આગ સે ઠંડક, બર્ફ સે ગરમી… માંગ કે હમ પછતાયે….!!


    Regards,
    Jayshree.

  2. વિવેક said,

    September 4, 2007 @ 9:00 AM

    સબળ અને સુંદર ગઝલ…

  3. Bhavna Shukla said,

    September 5, 2007 @ 3:17 PM

    Just SaaaaaRaaaaaSaaaaa.

  4. ચૈતન્ય એ શાહ said,

    September 7, 2007 @ 1:25 AM

    સરસ ગઝલ…
    જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
    એવી જ હારથી તને ઉગારવો હતો.

    ખુબ સરસ

  5. SHAILESHPANDYA bhinash said,

    September 9, 2007 @ 1:57 AM

    nice……….

  6. ashok nanubhai said,

    September 11, 2007 @ 1:45 AM

    ઉચકી શકુ…બહુ જ બારીક કામ..conditioning is a greatest problem of our days..generally we are used to carry more than our capacity..ચોટદાર શેર..આ શેર નો ભાર ઉપાડવો ગમે…બહોત ખુબ..

  7. Pinki said,

    September 11, 2007 @ 2:28 AM

    ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
    થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

    વહેવા દે ને અંતરોર્મિ દિલની,
    ચર્ચાઇ જશે નહિ તો જાહેરમાં
    આમ જ કો’ક ગઝલમાં………….

    ૨-૩ દિવસથી સ્ફુરી રહેલી લાગણી
    તદ્…ન મઠાર્યા વિના લખી છે
    આવું જ કંઇક છે ને આમાં પણ

    આ શબ્દો કે ગઝલ બીજું કંઇ નથી
    બસ, દિલથી પણ છુપાવેલી જાહેર વાતો ?!!
    બોજો તો ઉતરે જ છે પણ ……….!!!

  8. hemantpunekar said,

    September 13, 2007 @ 1:05 AM

    સરસ ગઝલ!

  9. દીપક વણકર said,

    March 12, 2014 @ 12:21 AM

    જીવન વિકટ છે. ખુદા ગમે તેવી કસોટી કરે તો એને પડકાર આપવાનું જોમ માનવી ઉપાડી લે છે
    આપણા ધારવા પર જ જીવનમાં સુખ દુઃખ નિર્મતિ થાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment