મન ગાવું હો તે ગા-શેખાદમ આબુવાલા
મન ગાવું હો તે ગા
જે કૈં તુજમાં હોય છતું તું તેને કરતું જા
સરવરલહરી સર… સર… કરતી
ગૂંજી રહે સંગીત
ડોલી ડોલી કમલ વહે કંઈ
વાય સમીરણ શીત
પ્રીતની ઘેરી મસ્તી થૈને અંતર અંતર છા
મન ગાવું હો તે ગા
કોમલ હૈયાં ઘાયલ થઈને
છલકાવે નિજ પ્રીત
અમરત દેવી પી ને હલાહલ
એય તો તારી રીત
પહેલા પૂર્ણ છલોછલ થા ને પછી ભલે છલકા
મન ગાવું હો તે ગા.
– શેખાદમ આબુવાલા
pragnaju said,
August 5, 2012 @ 8:55 AM
કોમલ હૈયાં ઘાયલ થઈને
છલકાવે નિજ પ્રીત
અમરત દેવી પી ને હલાહલ
એય તો તારી રીત
વાહ મધુર ગીતની સુંદર પંક્તીઓ
આ સૂર, તાલ, લય, રાગ, શબ્દ અને સંગીતની સરગમને જરા પણ નજરઅંદાઝ કરવા જેવી નથી. એ માત્ર તન-મનને જ નહીં પરંતુ આત્માને પણ તાનમાં મુગ્ધ કરીને ડોલાવશે..! મારામા સૂર, તાલ, લય, રાગ, શબ્દમા બહુ ભૂલ પડે પણ આમારા વડિલ કહે મારામા ભાવ છે તેથી કૃષ્ણાર્પણ ભાવથી ગાવું.
પહેલા પૂર્ણ છલોછલ થા ને પછી ભલે છલકા
મન ગાવું હો તે ગા. સુખ, દુઃખ, આનંદ, વેદના, હતાશા આમાંનું કઈ કરતાં કંઈ સૂરના આશ્રયથી અળગું નથી. ઊછળતો આનંદ પણ સૂરમાં ન હોય તો મધુરને બદલે તૂરો જ લાગવાનો છે, એવી રીતે વેદના સભર રુદન પણ જો વિલાપ થાય અને એ બેસૂરો હોય તો બિભત્સ જ લાગવાનો. તે સૂરને જ હું વળગી રહેવાનો પ્રયત્ન કરતી…. આજે પણ એ સૂરની શોધમાં ભાવ સાથે આગળ વધી રહી છુ.
Dhruti Modi said,
August 5, 2012 @ 3:44 PM
સુંદર મઝાનું ગીત. વારેવારે વાચવું અને ગણગણવું ગમે ઍવું ગીત.
Jayshree said,
August 6, 2012 @ 4:40 AM
એકદમ મઝાનું ગીત..
કોઇ સ્વરાંકન કરે તો વધુ મઝા આવી જાય..
SURESHKUMAR G VITHALANI said,
August 6, 2012 @ 7:38 AM
EXCELLENT, INDEED !
harshajagdish said,
August 6, 2012 @ 10:15 PM
વાહ! ખુબ સરસ…”પહેલાં પૂર્ણ છલોછલ થઈને પછી ભલે છલકા…મન.
વિવેક said,
August 7, 2012 @ 2:55 AM
મજાનું લયબદ્ધ ગીત…
Nivarozin Rajkumar said,
September 2, 2012 @ 11:28 AM
પહેલા પૂર્ણ છલોછલ થા ને પછી ભલે છલકા
મન ગાવું હો તે ગા.
કેટલુ જરુરી………..!!!!!!!!!!!!
malvikasolanki said,
March 15, 2013 @ 5:10 AM
ખુદનુ સાંભળતો જા, પંખી બનીને ઉડતુ જા
મન ગાવુ હોય તે ગા