(બોલાવ મા) – અહમદ મકરાણી
આભને તું સાવ નીચું લાવ મા,
પાંખને તું આટલી ફેલાવ મા.
પાર મારાથી ગયો છું નીકળી,
સાદ દઈને તું મને બોલાવ મા.
– અહમદ મકરાણી
કોશિશ પર તારી ભરોસો છે કે તું કંઈ પણ કરી જઈશ. પણ આજે મારો વારો છે. સમયનો તકાજો છે. નીકળી જવું – ને નીકળવામાંથી પણ નીકળી જવું – એ જ એક રસ્તો છે. હવે આ વિદાયની આમન્યા રહેવા દે. સાદ કરવાનું રહેવા દે.
pragnaju said,
July 30, 2012 @ 10:34 PM
સરસ મુક્તક
આવી ગહન વાતો સમજવા કે વિચારવા માટે અને ખાસ કરીને જયારે મનમાં લાગણીઓનું દ્વંદ્વ યુદ્ધ છેડાયેલું હોય, આટલું આત્મમંથન કરવા જેટલા શક્તિશાળી કે શાંત થવું એ બહુ મોટો પરિશ્રમ માંગી લે છે
કેટલી સહજતાથી
પાર મારાથી ગયો છું નીકળી,
અ દ ભૂ ત
આવું જ્ઞાન થાય
નિરાધાર સો સાર હય, નિરાકાર નિજ રૂપ,
નિશ્ચલ જાકો નામ હય, ઐસા તત્વ અનુપ.
પછી
સાદ દઈને તું બોલાવ મા…….
હેમંત પુણેકર said,
July 31, 2012 @ 2:04 AM
સરસ મુક્તક છે ધવલભાઈ. છેલ્લી પંક્તિમાં છંદ તૂટે છે . મને લાગે છે કે ‘મને’ શબ્દ રહી ગયો છે. આ પંક્તિ કદાચ આમ હોવી જોઈએ:
સાદ દઈને તું મને બોલાવ મા
Suresh Shah said,
July 31, 2012 @ 3:34 AM
આત્મમંથન ને સમજવું સહેલુ નથી.
આજે મારો વારો છે.
હવે આ વિદાયની આમન્યા રહેવા દે.
સાદ દઈને તું બોલાવ મા
વિદાયની આમન્યા રાખી સાદ દઈને તું બોલાવ મા ….
ખૂબ જ ગમ્યું. આભાર.
– સુરેશ શાહ, સિંગાપોર
રાકેશ ઠક્કર, વાપી said,
July 31, 2012 @ 8:16 AM
સરસ મુક્તક
Pushpakant Talati said,
July 31, 2012 @ 8:41 AM
Very Good & Nice MUSTAK. I also little-bit agree with Mr. Hemant Punekar Ji, that છેલ્લી પંક્તિમાં છંદ તૂટે છે .
instead of the word MANE (મને) as suggested by Mr. Hemant Ji my suggestion is for the word HAVE (not have but in Gujarati HAVE-હવ).
Since last a couple of weeks I am not able to write Gujarati hence I have to use the English. I am able to write Gujarati in Layastaro and other few similar Gujarati site. please suggest some solution – Thanks
Pushpakant Talati
Dhruti Modi said,
July 31, 2012 @ 3:07 PM
ખૂબ જ મઝાનું નાનકડું મુક્તક.
Maheshchandra Naik said,
July 31, 2012 @ 3:52 PM
સરસ મૂક્તક ………………..
ધવલ said,
July 31, 2012 @ 6:48 PM
‘મને’ શબ્દ છેલ્લી પંક્તિમાં રહી ગયેલો… સુધારી લીધુ છે. આભાર, હેમંત અને પુષ્પકાંતભાઈ.
સુનીલ શાહ said,
August 1, 2012 @ 8:56 AM
સુંદર….
P Shah said,
August 1, 2012 @ 11:20 PM
સાદ દઈને તું બોલાવ મા…….
સરસ મુક્તક !