જળઘાત -સંજુ વાળા
પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
ઝળઝળિયાંની ખબર પડે શી રીતે ?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે ?
પડે કાંકરી ધ્રુસાંગ, પડઘે ગિરિ કંદરા ગાજે
લયવલયમાં જળઝાંઝરિયાં ઝીણું ઝીણું લાજે
સમથળ માથાબૂડ ભર્યા ભરપૂર ઓરડે
જળ રઘવાયું પટકે શિર પછીતે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?
જળમાથે ઝૂકેલી ડાળી લળે; જળ છળે ફરી…
એક થવાને ઝૂઝે શાપિત યક્ષ અને જળપરી
જળઘાત લઈ જન્મેલું જળ, પળી પાવળે
વહેંચાઈ, વેચાય નજીવાં વિત્તે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?
– સંજુ વાળા
જળની કવિતા તમે હાથમાં લો અને તમારી આંખ-કાન-મન સામે જળનો ખળખળાટ ખળખળાટ ખળખળાટ કરી દે એ કવિ સાચો… આ ગીત વાંચીએ… જળનો ઘુઘવાટ નજરે પણ ચડે છે, કાને પણ સંભળાય છે અને ભીંજાતા હોવાની સાહજિક અનુભૂતિ પણ થાય છે…
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ ચગડોળાતું – એક શ્વાસે વાંચી જુઓ તો…
ડાળી લળે જળ છળે જળપરી જળઘાત જળ પળી પાવળે – જળનો ‘ળ’ સંભળાયો?
ઇન્દ્રિયોને અડી શકે એ કવિતા…
મીના છેડા said,
July 19, 2012 @ 1:43 AM
જળમય ! થઈ જવાયું
rajul b said,
July 19, 2012 @ 4:45 AM
જળ ની ઝળહળ માયામાં તરબોળ સઘળું..!!
Pushpakant Talati said,
July 19, 2012 @ 6:39 AM
“પાણીને પરસેવો અથવા જળને આવ્યાં ઝળઝળિયાં ……..” The starting lines are really VERY VERY FANTASTIC indeed.
પડે કાંકરી – ધ્રુસાંગ પડઘે ગિરિ કંદરા ગાજે – WOW
ડાળી લળે જળ છળે જળપરી જળઘાત જળ પળી પાવળે – yes જળનો ‘ળ’ really not only સંભળાયો but felt also.
Pushpakant Talati
pragnaju said,
July 19, 2012 @ 9:45 AM
પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ જળમાં જ થઇ અને દરેક સજીવ માટે પાણી જ જીવન નો આધાર છે. પૃથ્વી પર તેમજ માનવના શરીરમાં ૮૦ ટકા થી પણ વધુ હિસ્સો જળનો જ હોવાથી માનવની સુખાકારી ની દ્રષ્ટિએ જળતત્વ અગત્યનું છે છતાં
પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
ઝળઝળિયાંની ખબર પડે શી રીતે ?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે ?
તેમના જ શબ્દોમા કહીએ તો વહેતાં જળ યાને કે સતત ચાલતા રહેતા સંસારના કાંઠે સુખની સંગતમાં કોણ બેસી શકે ? વિતરાગી જ સ્તો! અને વિતરાગી માટે વળી કોણ પરાયું અને કોણ પોતીકું ? ‘પોતાનું હોવું’ એનાથી વિશેષ નમણી હકીકત વળી શી હોઈ શકે ? હોવાપણું એ જ એવો ઉત્સવ છે કે નથી ડાબા-જમણાનો ભેદ રહેતો કે નથી રૂપ-કુરૂપનો. સારાં-નરસાં બધાંને ભાવથી આલિંગીને વિતરાગી જિંદગીની રંગત માણે છે
જળમાથે ઝૂકેલી ડાળી લળે; જળ છળે ફરી…
એક થવાને ઝૂઝે શાપિત યક્ષ અને જળપરી
જળઘાત લઈ જન્મેલું જળ, પળી પાવળે
વહેંચાઈ, વેચાય નજીવાં વિત્તે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?
સંસારના બે અતિ છે – એક છેડે જાગતો માણસ છે જે જાગૃતિનો અર્થ જાણે છે અને બીજા છેડે છે એવા માણસો જેમની નિંદ્રા હજી ઊડી નથી અને જેઓ હજીયે આસક્તિની કેદમાં સબડે છે. બંને અંતિમ સત્ય આખરે તો જીવનની આગનો જ ખેલ છે. અને એ જ વ્યક્તિ સંસારના બધા રસ માણી શકે છે જે આ દુનિયાની પંગતમાં પહેલ કરીને સબડકા ભરવાનું સાહસ ખેડે છે. ગઇ ૧૧મી એ ૫૨ વર્ષનો થયેલ આ છોકરાનું તપસ્વી સંત જેવું આધ્યાત્મિક પ્રવચન માણવું એક લ્હાવો છે
Niketa said,
July 19, 2012 @ 9:51 AM
પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
ઝળઝળિયાંની ખબર પડે શી રીતે ?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે ?………………વાહ ! શરૂઆત થી જ જાણે આપણે જળાશય મધ્યે ઉભા હોય એમ ભાસે છે. કવિ પરાકાષ્ઠા એ પહોંચાડે છે જયારે લખે છે ઃ
જળઘાત લઈ જન્મેલું જળ, પળી પાવળે
વહેંચાઈ, વેચાય નજીવાં વિત્તે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?………….અદભુત ચિત્રાંકન નજર સામે તાદ્રશ્ય થાય છે
urvashi parekh said,
July 19, 2012 @ 1:43 PM
પાણી ને પરસેવો અને જળને અવ્યા જ્હળજ્હળીની ખબર પડે શી રીતે,
સરસ અનુભુતી.
Dhruti Modi said,
July 19, 2012 @ 4:15 PM
ઇન્દ્રિયગમ્ય સુંદર ગીત.
Sudhir Patel said,
July 19, 2012 @ 9:45 PM
સંજુ વાળાની આગવી શૈલીમાં ઘૂંટાયેલું મસ્ત ગીત!
સુધીર પટેલ.
harsha vaidya said,
July 19, 2012 @ 10:52 PM
સરસ રચના , જળને આવ્યાં ઝળઝળીયાંની ખબર શી રીતે પડે ?! વાહ ઉત્તમ
સંજુ said,
July 20, 2012 @ 1:00 AM
વિવેકભાઈ….. અને સૌ મિત્રો .
આભાર >>>>>
દોલત વાળા said,
July 20, 2012 @ 1:31 AM
સરસ
HATIM THATHIA said,
July 25, 2012 @ 9:06 AM
વિવેક ભાઇ સૌ પ્રથમ તો તમારો આભાર કે આવિ સુન્દર અને ધિન્ગિ રચનાઓ ધુળધોયા જેવુ પરસેવો પાડી સોનુ પિર્સો ચ્હો .આપ્ ણી ગુજરાતિ , એ ગિર્ , એ કાલ્મિણ્ડા ખડ્ક વચ્હએ વહેતિ
સર્ વાનિ , સૌરા શ્ત્ર નિ આપ મેળૅ ફુટૅલિ બળૂકિ બોલિ જે સન્સ્ક્ત્રુત ભાશ્હા નિ મોહ્તાજ્ નથેી .
સન્જુભઈ નિ બિજિ આવિ ધરતિ નુ, આપ્ ણી ભોમકા ના કાળ્જાના પેન્તાળ વિન્ધિ નિકળ્ તુ , મેઘાણીનિ યાદ અપાવે એવુ , પાવળી અને પળિ ને હજિ યાદ કરા વે એવિ રચ્હ્ન રજુ કર્શો આભ્હાર્
હાતિમ બગસરાવલા