ના જોઈએ – ગુણવંત ઉપાધ્યાય
નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,
એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ.
રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.
જિન્દગી જુગાર મોટો, આપણું હોવું નહીં,
હારવાનું ત્યાં બને પળપળ, કશું ના જોઈએ.
અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.
એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.
– ગુણવંત ઉપાધ્યાય
આમ તો બધા જ શેર મજાના અને સ્વયંસ્પષ્ટ છે પણ મને તકલાદી સમય વધુ ગમી ગયો. સમયના તકલાદીપણાને કવિએ કાચના અંજળ ગણાવીને કમાલ કરી છે. છેલો શેર પણ જેટલી વાર વાંચો, વધુ ને વધુ ખુલતો જણાય છે…
Rina said,
June 15, 2012 @ 1:29 AM
એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.
વાહ….
રાકેશ ઠક્કર, વાપી said,
June 15, 2012 @ 8:16 AM
વાહ….
રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.
pragnaju said,
June 15, 2012 @ 8:37 AM
સ રસ
અમને તો તમારા શબ્દો,પંક્તીઓ,શેર અને ગઝલ જો ઇ એ
Maheshchandra Naik said,
June 15, 2012 @ 3:40 PM
સરસ મનભાવન રચના….
Darshana Bhatt said,
June 15, 2012 @ 4:54 PM
” તકલાદિ સમય ” નવુ જ કલ્પન…..પણ કેટલુ સાચુ !!!
P Shah said,
June 16, 2012 @ 11:51 AM
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.
સરસ ! ભાવકને જે જોઈએ તે બધું આ ગઝલમાં છે.