છપ્પા : અક્ષર અંગ – ધીરુ પરીખ
એક હસ્તને એવું ચેન, કાગળ દેખી પકડે પેન;
પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગણતો ચાહી;
ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો ગળે.
અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો;
એમ વધુ એ લખતો જાય, લખતો લખતો લેખક થાય;
લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચડતું ઘેન.
– ધીરુ પરીખ
આધુનિક છપ્પાનું નિશાન છે લેભાગુ લેખકો.
Pancham Shukla said,
May 29, 2012 @ 4:48 AM
This is lovely.
Pancham Shukla said,
May 29, 2012 @ 4:49 AM
વાહ.
Rina said,
May 29, 2012 @ 5:10 AM
Wwaaaahhh
a said,
May 29, 2012 @ 7:47 AM
બહુજ મસ્ત છપ્પા
વિવેક said,
May 29, 2012 @ 8:04 AM
સુંદર ! છપ્પા કે સિક્સર ?!
ડેનિશ said,
May 29, 2012 @ 8:54 AM
સિક્સર નહીં, ડબલ સિક્સર !
‘એક હસ્તને એવું ચેન, કાગળ દેખી પકડે પેન’ ની શબ્દરચના વાંચતા છપ્પાધિરાજ અખાની
‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ એ પંક્તિ યાદ આવ્યા વિના ન રહે.
આવી વ્યંગવાણી કોઈએ ન ઓચરવી પડે એવી પ્રભુને પ્રાર્થના …
Dhruti Modi said,
May 29, 2012 @ 9:32 PM
ખૂબ સરસ છપ્પા.
અખાની યાદ તાજી કરી દીધી.
Pravin Shah said,
May 30, 2012 @ 1:40 AM
સુંદર છપ્પા !
kishoremodi said,
May 30, 2012 @ 8:36 AM
અખાની યાદ અપાવે એવા છપ્પા બહુ ગમ્યા
maya shah said,
May 30, 2012 @ 9:25 AM
ખુબ સુન્દર. અખા નિ યાદ તાજિ કરાવિ દિધિ.
urvashi parekh said,
May 30, 2012 @ 9:31 AM
સરસ.મઝા આવી ગઈ.
bharat vinzuda said,
May 30, 2012 @ 11:01 AM
કવિશ્રી ધીરુ પરીખની આવી અનેક રચનાઓ માણવા જેવી છે.
M.D.Gandhi, U.S.A. said,
May 30, 2012 @ 1:32 PM
અખાની પદ્ધતીથી સરસ છપ્પો લખ્યો છે. સુંદર રચના.
Rasila Kadia said,
June 1, 2012 @ 7:37 AM
like so much
pragnaju said,
June 1, 2012 @ 10:49 AM
અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો;
એમ વધુ એ લખતો જાય, લખતો લખતો લેખક થાય;
લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચડતું ઘેન.
છપ્પો મસ્ત…જાણે મારી લખ વાની વાત!