પ્રાર્થના – સર્વેશ્વરદયાલ સક્સેના
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.
પ્રાપ્ત કરીશ એને મરીને વિખરાઈને
આજે નહીં તો કાલે આવીશ મુક્ત થઈને
કચડાઈ પણ જાઉં તો શરમ શાની
પડતા પહાડને રોકીશ
શરણે નહીં આવું
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માગું.
ક્યારે માગી છે સુગંધ તારી પાસે સુગંધહીન ફૂલે
ક્યારે માગી એ કોમળતા તીક્ષ્ણ કાંટાએ
તેં જે આપ્યું, આપ્યું,
હવે જે છે, મારું છે.
સૂઈ જા તું, વ્યથાની રાત હવે હું જ જાગીશ
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.
– સર્વેશ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)
પ્રાર્થના એ પ્રભુ પાસે મદદ માંગવાની અરજી બની જતી હોય છે. એ પોતાની જાતને -અને એ રીતે- ઈશ્વરને માન આપવાની રસમ બનવી જોઈએ.
Rina said,
May 23, 2012 @ 12:56 AM
awesome thought…
રાકેશ ઠક્કર, વાપી said,
May 23, 2012 @ 2:05 AM
બહુ સરસ વાત કરી છે…
ક્યારે માગી છે સુગંધ તારી પાસે સુગંધહીન ફૂલે
ક્યારે માગી એ કોમળતા તીક્ષ્ણ કાંટાએ
તેં જે આપ્યું, આપ્યું,
હવે જે છે, મારું છે.
સૂઈ જા તું, વ્યથાની રાત હવે હું જ જાગીશ
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.
rajul b said,
May 23, 2012 @ 4:03 AM
સરસ…
રમેશ પારેખ ની કવિતા યાદ આવી ગઈ..
રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ
ખોલીશું બારણા ને લેશું ઓવારણા
આવકારા દેશું સાનમાં
હરિ સંગ નહીં બોલીએ
ધવલ said,
May 23, 2012 @ 7:02 PM
બહુ મઝાનું ગીત યાદ કરાવ્યું, રાજુલ.
tirthesh said,
May 24, 2012 @ 2:45 AM
very true….
rajul b said,
May 24, 2012 @ 6:32 AM
ઃ-)
rajul b said,
May 24, 2012 @ 6:36 AM
sorry…
smiley મોકલવુ હતું પણ આવ્યુ નહીં..
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
May 24, 2012 @ 12:37 PM
માગીશ તો આપીશ તું એની શી ખાતરી?
તો માગીને હું નિજને કેમ દઉં અભડાવી?
કેમ ના કરું કોશિષ એકલો હું જ રાતદિન?
મળે તો ય મારું ને ના મળે તોય મારું જ.
વિવેક said,
May 25, 2012 @ 3:21 AM
આનાથી વધુ સારી પ્રાર્થના ન તો આ પહેલાં વાંચી છે, ન વાંચવા મળશે…
અદભુત !