આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા
આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી
ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન ફૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કોળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી
જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પત્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી
– મનોજ ખંડેરિયા
અત્યંત મનમોહક રૂપકો……
ભગવાન બુદ્ધે કહ્યું છે – ‘ desire is the root cause of all misery.’ કોઈક ટીખળખોરે કહ્યું છે- ‘ desire-less life is miserable….. ‘
Rina said,
April 16, 2012 @ 2:38 AM
ાWaah
pragnaju said,
April 16, 2012 @ 4:50 AM
ખૂબ જ સુંદર ગીત
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પત્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી
વાહ્
પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે,
વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે .
ગાયક / સંગીતકાર – રાજેન્દ્ર ઝવેરીના સ્વરમાં માણવું હોય તો
આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા | ટહુકો.કોમ
tahuko.com/?p=7943Cached – Similar
You +1’d this publicly. Undo
9 ફેબ્રુ 2010 –
ધવલ શાહ said,
April 16, 2012 @ 12:58 PM
સરસ !
Dhruti Modi said,
April 16, 2012 @ 8:05 PM
સુંદર ગીત.
વિવેક said,
April 19, 2012 @ 9:33 AM
અદભુત ગીત… લવચિક લય અને મનમોહક ઉપમાઓ સાથે વિરહની વાત ખૂબ જ સુંદર રીતે વણી લેવાઈ છે… મનોજ ખંડેરિયાને ગઝલકાર ગણી લેવાની ભૂલ કરનાર વિવેચકોને આ ગીત બતાવવા જેવું છે…
jyoti hirani said,
April 27, 2012 @ 12:05 PM
ખુબ સુન્દર રચ્ના