અહીં – મંગળ રાઠોડ
હું
અહીં
આવ્યો ત્યારે
હતો અજાણ્યો.
હવે રહ્યો નથી.
જાણી લીધા છે તમને,
બધાને.
પગથી માથા સુધી
કુહાડી અને હાથા સુધી
તમે જ તમે છો !
બહુ ઓછા લોકો
એ જાણે છે.
જે જાણે છે
તે બોલતા નથી.
જે બોલવા જાય છે
તે કપાઈ જાય છે.
જે બોલતા નથી
તે મપાઈ જાય છે.
હું અહીં –
આવ્યો ત્યારે
હતો અજાણ્યો.
હવે રહ્યો નથી.
– મંગળ રાઠોડ
પરિસ્થિતિની ભીંસ સતત તમને દબાવતી જાય અને સંજોગોનો રાક્ષસ બારે હાથથી તમને પકડી લે ત્યારે જ આવું બ્રહ્મજ્ઞાન લાધે છે : જાણવા કે ન જાણવા, બોલવા કે ન બોલવાથી કાંઈ ફેર પડતો નથી. કારણ કે આ ચક્રવ્યૂહમાંથી નીકળવાનો કોઈ રસ્તો જ નથી. ( સરખાવો : અર્ધસત્ય )
ઊર્મિ said,
April 6, 2012 @ 12:27 AM
મજાનું અછાંદસ.. મનમાં સતત ઘૂમરાયા કરે એવું… જેમાંથી નીકળવાનો પણ કોઈ રસ્તો નથી…
munira said,
April 6, 2012 @ 12:39 AM
ખૂબ સરસ!
મદહોશ said,
April 6, 2012 @ 1:06 AM
“કુહાડી થી હાથા સુધી” “જે બોલતા નથી તે મપાઇ જાય છે.” – મનોમંથન નું કેવું સુન્દર નિરુપણ.
ખબર નહી કેમ પણ ‘ઇર્શાદ’ ની પંક્તી યાદ આવી ગઈ,
“ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે, થાકી જવાનુ કાયમ તલવાર તાણી તાણી…”
વિવેક said,
April 6, 2012 @ 2:54 AM
સુંદર અછાંદસ…
urvashi parekh said,
April 7, 2012 @ 11:40 AM
સરસ.
જે બોલવા જાય છે તે કપાય જાય છે,
જે બોલતા નથી તે મપાય જાય છે.
સુન્દર અને સરસ.