માણસથી મોટું તીર્થ નથી કોઈ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂ.
રમેશ પારેખ

ગઝલ – ગની દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહીં ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

ગનીચાચાની આ શિરમોર ગઝલ લયસ્તરો પર છે જ નહીં એવું જ્યારે શોધતા જણાયું ત્યારે આશ્ચર્યાઘાત અનુભવ્યો. લગભગ દોઢેક વર્ષ પહેલાં એસ.વી.ના બ્લૉગ પર આ ગઝલ મેં જ ટાઈપ કરીને મોકલી હતી ત્યારે હજી લયસ્તરોના કાફલામાં જોડાવાનું થયું નહોતું. એટલે આજે ત્યાંથી આ ગઝલ અહીં આયાત કરી રહ્યો છું. ગનીચાચાની આ ગઝલ એ રીતે તો અનન્ય છે જ કે આપણી ભાષામાં જવલ્લે જ ખેડાતા છંદ -લલગાલગા-ના આવર્તનો અહીં વપરાયા છે, પણ એ રીતે પણ અભૂતપૂર્વ છે કે આ ગઝલના સાત શે’ર એક જ અનુભૂતિના સાત સ્તરના ઈંદ્રધનુ સમા થયા છે. ગમે એટલીવાર વાંચો, આ ગઝલ વાંચતા જીવ ધરાય જ નહીં એની અમારી ગેરંટી…

24 Comments »

  1. Devika Rahul Dhruva said,

    July 19, 2007 @ 7:32 AM

    આ ગઝલ અને એમાં અવિનાશભાઇનું સંગીત….પછી તો પૂછવું જ શું ?
    આનંદની પરાકાષ્ઠા.

  2. ધવલ said,

    July 19, 2007 @ 9:26 PM

    ગુજરતી ગઝલની શ્રેષ્ઠ ગઝલમાંથી એક..

    સલામ, ગનીચાચાને !

  3. arpit said,

    July 19, 2007 @ 9:48 PM

    one the best gujarati songs i have ever read and heard!!!
    i still remember me and my dad used to listen this song in the evenings..

    thanks for posting!

    Arpit.

  4. jayshree said,

    July 20, 2007 @ 1:24 AM

    ગુજરાતી ગઝલો અને ગુજરાતી સંગીત તરફના મારા પ્રેમને બળવત્તર બનાવવામાં આ ગઝલનો ઘણો ફાળો છે. જ્યારે કવિ, સંગીતકાર કે ગાયક કોણ છે, એની જાણવાની જરા પણ તસ્દી લેવાની પરવા સુધ્ધા નો’તી ત્યારે સોલી કાપડિયાના સ્વરમાં આ ગઝલ ખૂબ ખૂબ માણી છે.

    આભાર દોસ્ત, આ ગઝલ વાંચવાની અને એ દિવસો યાદ કરવાની એક વધુ તક આપવા બદલ 🙂

  5. Bharat Pandya said,

    July 21, 2007 @ 9:13 AM

    soli E saari Gay Chhe paN Pu, U nee vadhu sari chhe- joke potptana mmat ni vaat chhe.
    ane Biju MANE haath zali ne —nahi pan— MARO .

  6. Bharat Pandya said,

    July 21, 2007 @ 9:18 AM

    pu.u. ni . Ek matra harmonium par Tabla vagar sambhaLi Hati.ADBHUT

    Biju MANE haath zali ne nahi — MARO haath zaline..

  7. વિવેક said,

    July 21, 2007 @ 9:45 AM

    માફ કરજો, ભરતભાઈ ! જે ગઝલ ગાયકોએ ગાઈ છે એમાં એમણે ઘણા બધા શબ્દોમાં ન લેવી જોઈએ એવી છૂટ લીધી છે. મૂળ કૃતિમાં ‘મને હાથ ઝાલીને’ જ છે…

  8. chetu said,

    July 21, 2007 @ 11:15 AM

    મરી પ્રિય ગઝલ્… આભાર ..!

  9. chetu said,

    July 21, 2007 @ 11:16 AM

    મારી પ્રિય ગઝલ્… આભાર ..!

  10. prem said,

    July 22, 2007 @ 4:09 AM

    will send me some gujarti guzal weside & Gujarti Song when i m dowanload this all gujarti geet & guzal but i need all free so pls send me weside me

  11. JIGNESH PATEL said,

    July 23, 2007 @ 2:02 AM

    ફુલ ગમે શે પણ કાટૉ નડે શે
    તુ ગમ શે પણ તારો બાપો નડે શે

  12. jignesh patel said,

    July 23, 2007 @ 2:31 AM

    તમારી લટકતી ઝુલફો ને કાબુમા રખો
    તેને કઇક ના દીલ કરીયા ગાયલ
    હવે તો તેલ નાખો……

  13. CHETAN said,

    July 26, 2007 @ 10:16 AM

    જેને દિલ આપ્યુ તે દિલ્હી ચાલી ગ્ઈ.
    જેને પયાર કર્યુ તે પટ્ના ચાલી ગ્ઈ.
    મે વિચાર્યુ કે જીવ આપી દઊ.
    પણ લાઈટ્ ના બટન ને હાથ લગાવ્યો તો વીજળી ચાલી ગ્ઈ

  14. shaileshpandya BHINASH said,

    July 29, 2007 @ 5:38 AM

    kamil ……..chhand…..ma, gani chhacha nu saras kam ……….

  15. BHUPESH said,

    September 14, 2007 @ 1:33 AM

    GANI DAHI WALA, MAHOMMAD RAFI ANE PURUSHOTTAM UPADHDHYAY DWARA
    SARJIT EK ADBHUT ANE AVISMARANIY RACHANA!!!!!!!!!!! AA KALAKARO E GUJARATI SAHITYA ANE SANGIT MA AA SIVAY BIJU KAI PAN PRADAN NA KARYU HOT TO PAN TEO ETLAJ AADARNIY ANE SANAMANIY KAHEVAT

  16. pamaka said,

    January 2, 2008 @ 8:58 AM

    તેનિના ઇસારા રમ્ય ચે પન સુ કરુ રસ્તા નિ સમજ દે પન ચાલ્ વા દે નહિ.

  17. Chetan Gandhi & Raju Khona said,

    February 8, 2008 @ 10:24 AM

    સર,
    આ ગઝલ સ્વ. રફી સાહેબે ગાયેલ , શક્ય હોય તો layastaro. com/ પર મુકવા વિનંતી.
    આભાર.

  18. pamaka said,

    June 26, 2008 @ 8:53 AM

    ટૂ પડીઆ

  19. ગાગરમાં સાગર » Blog Archive » દિવસો જુદાઈના જાય છે -ગની દહીંવાલા said,

    June 27, 2008 @ 4:31 PM

    […] (સાભાર લયસ્તરો પરથી…) […]

  20. ડો.મહેશ રાવલ said,

    March 15, 2009 @ 2:02 PM

    ગનીચાચાની સદાબહાર ગઝલ,વારંવાર વાંચવી/સાંભળવી ગમે એવી.
    ગઝલની ઉપર મૂકેલી ગઝલપંક્તિમાં મને એમ છે કે,મુદ્રણદોષ છે
    પવન ન જાય ગગન નહીં પણ અગન સુધી-એમ હોવું જોઇએ
    અને એમ જ છે એની પુષ્ટિ ગઝલમાં જ આગળ જતાં થઈ જતી દેખાય છે.

  21. bharat mehta said,

    March 13, 2010 @ 12:42 PM

    જિન્દગિ ને મૌત મા ચે માત્ર ધર્તિ નુ સરન કોઇનિ વ્યોમે હવેલિ કે કબર નથિ હોતિ

  22. yogesh pandya said,

    May 16, 2010 @ 6:24 AM

    તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
    તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

    આ શેર લઇ પુ. બાપુ એ
    જિવ & શિવ નિ સરખામનિ કરિ ખુબજ સરસ અર્થ સમજાવે
    good good good

  23. VIJAY NAROLA V. said,

    July 1, 2012 @ 10:32 AM

    ગુજરાતી ગઝલો અને ગુજરાતી સંગીત તરફના મારા પ્રેમને બળવત્તર બનાવવામાં આ ગઝલનો ઘણો ફાળો છે. જ્યારે કવિ, સંગીતકાર કે ગાયક કોણ છે, એની જાણવાની જરા પણ તસ્દી લેવાની પરવા સુધ્ધા નો’તી ત્યારે સોલી કાપડિયાના સ્વરમાં આ ગઝલ ખૂબ ખૂબ માણી છે.

    આભાર દોસ્ત, આ ગઝલ વાંચવાની અને એ દિવસો યાદ કરવાની એક વધુ તક આપવા બદલ

  24. Ramesh shah said,

    February 23, 2013 @ 3:55 PM

    Excellent one.Many a times I sing and enjoy it.The meanings and feelings that have been taken in this composition are extra ordinary. I think this is Mishra jait chhand used by a poet in a line. Perhaps I may be wrong. Ramesh Shah

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment