મૌનની ભાષા – શિવ દેવ માનહંસ (અનુ. બાલકૃષ્ણ સોલંકી)
પ્રેમ કેવળ મૌનની ભાષા જાણે છે.
એના તમામ ધ્વનિ
એના તમામ શબ્દો
એના વાક્યો
પ્રારંભે છે મૌનથી
અને
અનંત પામે છે મૌનમાં.
પ્રેમનો સ્પર્શ
આશ્વાસે છે, શાતા આપે છે.
એટલે
જયારે તમે કોઈને પણ
મૌન ધારણ કરતાં જુઓ
અને એના ચૈતન્યમાં
શાંતિના સ્પંદનો હોય
તો, કોઈ પણ પ્રકારની શંકા વિના
એને પ્રેમી કહી શકશો.
– શિવ દેવ માનહંસ (ભાષા: ડોગરી)
(અનુવાદ: બાલકૃષ્ણ સોલંકી)
*
પ્રેમની આનાથી અદભુત વ્યાખ્યા મળવી શક્ય છે?
સૌજન્ય: ક્રિષ્ના-તારા નામનો આધાર
munira said,
April 6, 2012 @ 1:37 AM
પ્રેમની આનાથી અદભુત વ્યાખ્યા મળવી શક્ય છે?
pragnaju said,
April 6, 2012 @ 3:13 AM
મૌન જ સત્ય છે.
તેના એક કારણમાં જે અનુભૂતિ હોય તેને માટે શબ્દો બોલનારનું સત્ય બને-શાશ્વત સત્ય નહીં. ક્યારે ય તેનું વર્ણન કરવાનો પ્રયાસ થાય ત્યારે સત, ચિત, ઘન, નીત, આનંદરુપં, અનંત, અનાદી, અનુપમ કહી શબ્દ અટકી જાય….પછી
સાનંદાશ્ચર્યમૌન તે સાક્ષાતકાર!
vineshchandra chhotai said,
April 6, 2012 @ 4:47 AM
*******************bahuj sara vato ; good knitting fo words *****************liked it too mcuh
Rina said,
April 6, 2012 @ 8:25 AM
Awesome
Darshana Bhatt said,
April 6, 2012 @ 10:33 AM
Adbhut…premni maun vade abhivyakti anathi vishesh sundar hoi j na shake.
ધવલ said,
April 7, 2012 @ 6:23 PM
વાહ ! વાહ !
nehal said,
April 8, 2012 @ 10:50 AM
હમને દેખી હૈ ઇન આંખોકિ મ્હેક્તી ખુશ્બુ..
મદહોશ said,
April 11, 2012 @ 2:56 AM
વાહ,
એક હિન્દી ગીત ની પંક્તિ યાદ આવી ગઇ…
“કહેગી નીગાહે, સુનેગી નીગાહે:
જુબાં સે ન હોગી, બયાં યે કહાની…”
Manubhai Raval said,
April 11, 2012 @ 10:56 AM
જયારે તમે કોઈને પણ
મૌન ધારણ કરતાં જુઓ
અને એના ચૈતન્યમાં
શાંતિના સ્પંદનો હોય
તો, કોઈ પણ પ્રકારની શંકા વિના
એને પ્રેમી કહી શકશો.
પ્રેમ ને ભાષા હોવી જરુરી નથી. સામી વ્ય્ક્તી નો પ્રભાવ જ તમને પ્રેમ સભર લાગે તેના ચહેરા
પર નુ હાસ્ય તેની આખો માથી નીતર તો પ્રેમજ તમને શાન્તી આપવા પુરતો છે.