શ્વાસોની આવ-જાવને જીવવું ગણે છે જે,
ઈલાજ એમનો કરો, નક્કી બિમાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ગઝલ – ભાવેશ ભટ્ટ ‘મન’

ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.

ચોક્કસ ઘટના જેવો છું હું,
તું આવે છે વ્હેલી મોડી.

બારી એવાં દૃશ્ય બતાવે,
ભીંતો કરતી જીભાજોડી.

ટુકડા શોધું અજવાળાનાં,
કોણે મારી સવાર તોડી ?

એક જનમની વાત નથી આ,
કાયમની છે માથાફોડી.

– ભાવેશ ભટ્ટ ‘મન’

ભાવેશ ભટ્ટનો આમ કોઈ પ્રત્યક્ષ પરિચય નથી પણ એની કવિતાઓમાં હંમેશા થોડી તાજગી અનુભવાતી હોવાથી જ્યારે પણ કોઈ સામયિકમાં એમની કવિતા નજરે ચડે ત્યારે એ વાંચી લેવાની ફરજ પડે છે. આ ગઝલ પણ ટૂંકી બહેરની છતાં મજાની છે. સાવ વાતચીતની ભાષામાં ફરતાં-ફરતાં ક્યારે કવિતાની અડફેટમાં આવી ચડાય એ પણ ખબર ન પડે એવી સાહજિક્તા અહીં આકર્ષે છે. (જો કે આખરી શેરમાં કાયમની માથાફોડી કઈ છે એ સ્પષ્ટ થતું લાગતું નથી એ થોડું ખટકે પણ છે).

2 Comments »

  1. shaileshpandya BHINASH said,

    July 14, 2007 @ 11:51 PM

    good my friend………

  2. ashok pandya said,

    August 4, 2016 @ 8:05 AM

    સાદ્યાંત ગઝલનો દેહ ધરાવતી આ રચના માં મને કાંઇ પણ કહેવા જેવું એક પણ શેરમાં લાગ્યું નથી. જેને લાગતું હોય તે શબ્દોથી બંધાયેલા હશે.
    સાચી વાત છે કવિ શ્રી મુશાયરા ગજાવે છે પણ એક પણ ક્રુતિ નબળી કે ચલાવી લેવા જેવી નથી હોતી. અભિનંદન સાતત્ય માટે..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment