મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે – વિવેક મનહર ટેલર
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.
કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !
બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.
હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૨૦૧૧)
એમ તો આખી ગઝલ મિત્ર અને મિત્રતાને ખૂબ જ ઊંચાઈ બક્ષે છે, પરંતુ અંગતરીતે બીજો શેર અને એનો અહેસાસ મારા હૃદયની ઘણી જ નજદીક છે.
આજે પ્રિય વિવેકને એના જન્મદિવસે અઢળક અઢળક હાર્દિક શુભેચ્છાઓ… એની ઘણી ગમતી ગઝલોમાંની ખૂબ જ ગમતી આ ગઝલથી વધુ ખાસ ભેટ આજે એને માટે બીજી કોઈ હોઈ શકે ખરી ? વ્હાલા મિત્ર, તારી આ ગઝલ તને જ અર્પણ. એ ખભો નહિ હોય તો નહિ જ ચાલશે, એટલે જ તારી મૂંછોનાં ખેતરમાં બગલાઓ થોડા ધીમે ધીમે બેસે એવી શુભકામનાઓ.
Jayshree said,
March 16, 2012 @ 12:40 AM
Happy Birthday……………!!!!!!!!!!!!!!!!!
Rina said,
March 16, 2012 @ 12:50 AM
Happy Birthday:)
મીના છેડા said,
March 16, 2012 @ 12:50 AM
ચેતના ભટ્ટ said,
March 16, 2012 @ 1:35 AM
Happy birthday sir..!
pragnaju said,
March 16, 2012 @ 3:20 AM
જન્મ દિન મુબારક
અને
મૈત્રી ગઝલના હાર્દિક અભિનંદન
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે
સુંદર
આંખમાં આંસુ ખૂટે નહીં ત્યારે માણસ એક એવો ખભો ઝંખે જેના પર માથું ટેકવીને નિરાંતે રડી શકાય અને ખભો શ્વાસ જ હોય તો ?
એક રમુજ યાદ
એક છોકરો ટ્રેનમાં જતો હતો. એક મુસાફરે તેના ખભે હાથ મૂકીને પૂછ્યું : ‘આ કયું સ્ટેશન છે ?’ ‘આ કોઈ સ્ટેશન નથી, મારો ખભો છે.’ છોકરો બોલ્યો.
રાકેશ ઠક્કર, વાપી said,
March 16, 2012 @ 4:24 AM
વિવેકભાઇને ખૂબ ખૂબ અભિનંદન !
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.
jayant said,
March 16, 2012 @ 6:55 AM
દુશ્મન જમકર કરો ,
લેકિન ઇતની ગુન્જઇશ રહે ,
કિ ફિર કભી દોસ્ત બન જાયે ,
તો શરમિદગી ના રહે .
આપની મિ ત્રતાની ખુબ પસન્દ પડી .મિત્રતનો ખભો એ જિન્દગીનો પડાવ !!!!! જયન્ત શાહ
Harnish Jani said,
March 16, 2012 @ 7:58 AM
વિવેક કુમાર અભિનદન. ખુબ જીવો. અને લોકોને જીવડાવો-લાખો શુભકામનાઓ.
vijay shah said,
March 16, 2012 @ 8:03 AM
જન્મદિવસન ખાસ અભિનન્દન્
Hasmukh Bulsara said,
March 16, 2012 @ 8:24 AM
જન્મ દિન મુબારક વિવેકભાઈ . આવી જ સારી સારી રચના લખીને લોકોના દિલ બહેલાવતા રહેશો એવી આશા .
Atul Jani (Agantuk) said,
March 16, 2012 @ 10:10 AM
જન્મ દિન મુબારક
rajul b said,
March 16, 2012 @ 10:35 AM
Happy Birthday vivekji..
vijay joshi said,
March 16, 2012 @ 10:52 AM
હાર્દીક અભિન્ંદન, વિવેકભાઈ.
Sudhir Patel said,
March 16, 2012 @ 11:01 AM
સુંદર ગઝલ સાથે વિવેકભાઈને જન્મ-દિનના હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
Chandresh Thakore said,
March 16, 2012 @ 11:22 AM
વિવેકભાઈઃ જન્મદિન મુબારક. અને ઘણી ઘણી શુભેછાઓ. (તમે પહેલી જ મુલાકાતમાં “ગમી ગયા” હતા એનું કારણ આજે સમજાયુંઃ My better half જ્યોતિ અને તમારો જન્મદિવસ એક જ છે!!!) … છેલ્લો શેરઃ
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે. … સૌથી વધુ પસંદ પડ્યો. …
“બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે” … વાંચીને મારી બે પંક્તિઓ યાદ આવી ગઈઃ
“રંગીન લખોટીઓ ને કોડીઓ ખખડતી સાંજ પડે વિસરાતા દાવ
મિટ્ઠા એ ઝઘડા અને ઈટ્ટા-કિટ્ટાનો કોઈ કાયમનો નો’તો ઠરાવ”…
શતમ્ જીવમ્ શરદમ્!
P. shah said,
March 16, 2012 @ 11:37 AM
જન્મ દિન મુબારક અને સુંદર મૈત્રી ગઝલ માટે હાર્દિક અભિનંદન
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે….ઉમદા શેર
manilalmaroo said,
March 16, 2012 @ 12:21 PM
kya batt hai laajawab gazhal hai. mardanadostini gazhal che. manilal.m.maroo.
devika Dhruva said,
March 16, 2012 @ 2:06 PM
I loved this gazal.
Darshana Bhatt said,
March 16, 2012 @ 2:29 PM
I love your Lay staro.
Many many happy returns of the day.
Dhruti Modi said,
March 16, 2012 @ 5:08 PM
સુંદર ગઝલ.
જન્મદિન મુબારક હો!
sweety said,
March 17, 2012 @ 6:16 AM
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
બહુજ સરસ વિવેક ભાઈ
ઊર્મિ said,
March 17, 2012 @ 11:30 AM
ગયા વર્ષનાં વિવેકની અમેરિકાની મુલાકાત દરમ્યાન ન્યુ જર્સીનાં એનાં GLA દ્વારા યોજાયેલા ‘શબ્દને સથવારે‘ કાર્યક્રમની એક જીવંત ઝલક… ગઝલનાં થોડા શેર અને મુક્તકનું પઠન.
http://urmisaagar.com/saagar/?p=5314
વિવેક said,
March 19, 2012 @ 8:19 AM
તમામ દોસ્તોનો અંતઃકરણપૂર્વક આભાર…
મદહોશ said,
March 22, 2012 @ 11:14 AM
જન્મદીન ની હાર્દીક શુભકામનાઓ…
અતી સુન્દર રચના
ખુબ ખુબ આભાર
વિવેક said,
March 23, 2012 @ 1:50 AM
આભાર !
kuldeep karia said,
March 23, 2012 @ 12:38 PM
હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
અદભુત્.. ગઝલ… વાહ ડોક્ટર સાહેબ
વિવેક said,
March 24, 2012 @ 2:33 AM
ninad (aditya jamnagri) said,
April 15, 2012 @ 1:26 PM
વાહ વિવેક્ભાઇ ઉપહાસ વારો શેર ખુબ સરસ્
Dr.Mayuri Desai said,
October 10, 2013 @ 9:23 AM
Awesome creation sir…
વિવેક said,
October 11, 2013 @ 1:25 AM
@ ડૉ. મયૂરી:
આભાર…
jahnvi antani said,
October 11, 2013 @ 5:11 AM
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.
આ બન્ને પન્ક્તિ ઓ ખુબ સુન્દર્.
વિવેક said,
October 11, 2013 @ 8:15 AM
આભાર !!!