ધસી જજે ! – મેરી ઓલિવર
તું યુવાન છે.
એટલે તને બધી જ ખબર છે.
ભલે તું હોડીમાં કૂદી પડ અને હંકારવા માંડ.
પણ પહેલા જરા મને સાંભળ.
ધમાલ વિના, અચકાટ વિના કે શંકા વિના.
સાંભળ. હું વાત કરું છું સીધી તારા આત્મા સાથે.
પાણીમાંથી હલેસા લઈ લે, જરા તારા બાવડાઓને આરામ કરવા દે.
અને તારા હૈયાને, ને હૈયામાંની જરાઅમથી બુદ્ધિને પણ આરામ કરવા દે.
ને મારી વાત સાંભળ.
પ્રેમ વિના જીવન શક્ય છે.
પણ એનું મૂલ્ય કાણી પાઈ કે ફાટેલાં જૂતાં જેટલું ય નથી.
એની કિંમત નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ જેટલી પણ નથી.
જ્યારે તને માઈલો દૂરથી
તીણા ખડકોની ફરતે અમળાતા ને અફળાતા
અદીઠ જળનો ઘૂઘવાટ સંભળાય,
જ્યારે ભીનું ધુમ્મસ આવીને તારા ચહેરાને અડકી લે,
જ્યારે આગળ આવી રહેલા ખાબકતા ને ખળભળતા
જબરજસ્ત જળપ્રપાતનો
તને ખ્યાલ આવી જાય –
ધસી જજે,
જિંદગી બચાવવા માટે એ જ દિશામાં ધસી જજે.
– મેરી ઓલિવર
(અનુવાદ -ધવલ શાહ)
જીવનમાં પ્રેમ હંમેશ બહુ મોટા જોખમ સાથે આવે છે. એક માણસ પર ઓવારી જવું એ આખી જીંદગી દાવ પર મૂકવાથી કમ જોખમ નથી. પ્રેમમાં ડગલે ને પગલે તકલીફો, અડચણો, ને કપરા ચડાણો છે. તો પછી કરવું શું ? પ્રેમની શોધ ચાલુ રાખવી કે એ રસ્તાથી દૂર જ રહેવું ? આ પ્રશ્નનો જવાબ આ કવિતા છે.
આખી કવિતા નવી પેઢીને – યુવાનને – સંબોધીને છે. કવિ શરૂઆત હળવી કરે છે. તું યુવાન છે એટલે તને બધી જ ખબર છે કહીને હળવો વ્યંગ કરે છે. પણ સાથે જ દિલ ખોલીને, જીંદગી શરૂ કરવાની ઉતાવળમાંથી બે ઘડી કાઢીને, પોતાની વાત સાંભળવાનું કહે છે.
પછી તરત કવિ મુદ્દાની વાત પર આવે છે : પ્રેમ વિના જીવન શક્ય તો છે પણ એ તદ્દન નકામું જીવન છે. અહીં કોઈ દાખલા દલીલ નથી. અહીં શંકાને કોઈ સ્થાન નથી. અહીં કોઈ અડધી પડધી વાત નથી. કવિ સ્વયંપ્રકાશિત સત્ય કહેતા હોય એટલી દ્રઢતાથી આ વાત કહે છે. પ્રેમ વિનાના જીવનથી કવિને એટલી તો સૂગ છે કે એને એ નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ સાથે સરખાવે છે !
હોડી જીવનનું પ્રતિક છે. તો પ્રેમનું પ્રતિક શું રાખવું ? – કવિ એના માટે જબરજસ્ત મોટા ધોધનું પ્રતિક પસંદ કરે છે. હોડી લઈને આવા ધોધમાં જવું એ મોટામાં મોટું જોખમ ગણાય.
છેલ્લી બે પંક્તિમાં કવિએ કમાલ કરી છે. જબરજસ્ત ધોધ – એટલે કે પ્રેમ – નું વર્ણન કર્યા પછી એ સલાહ શું આપે છે ? – પાછા ફરવાની ? – ના. સાવચેતી રાખવાની ? – ના. વિચાર કરવાની ? – ના. એ તો સલાહ આપે છે ધોધની દિશામાં બને તેટલી ઝડપથી ધસી જવાની ! અને એ દિશામાં જવાનું કારણ ? – કારણ કે જીંદગીને બચાવવાનો આ એક જ રસ્તો છે !
જીંદગી બચાવવાનો એક જ રસ્તો છે -પ્રેમ. આ અર્થહીન જીવનમાં આશાનું એક જ કિરણ છે – એ છે પ્રેમ.
(મૂળ અંગ્રેજી કવિતા નીચે મૂકી છે.)
ધવલ said,
March 14, 2012 @ 10:03 PM
West Wind #2
You are young. So you know everything. You leap
into the boat and begin rowing. But listen to me.
Without fanfare, without embarrassment, without
any doubt, I talk directly to your soul. Listen to me.
Lift the oars from the water, let your arms rest, and
your heart, and heart’s little intelligence, and listen to
me. There is life without love. It is not worth a bent
penny, or a scuffed shoe. It is not worth the body of a
dead dog nine days unburied. When you hear, a mile
away and still out of sight, the churn of the water
as it begins to swirl and roil, fretting around the
sharp rocks – when you hear that unmistakable
pounding – when you feel the mist on your mouth
and sense ahead the embattlement, the long falls
plunging and steaming – then row, row for your life
toward it.
~ Mary Oliver ~
મીના છેડા said,
March 14, 2012 @ 11:53 PM
વાત છે – ધોધની દિશામાં બને તેટલી ઝડપથી ધસી જવાની ! અને એ દિશામાં જવાનું કારણ ? – કારણ કે જિંદગીને બચાવવાનો આ એક જ રસ્તો છે ! એ છે પ્રેમ.
સરસ !
મિત્ર ધવલ,
સુંદર કાવ્યને લઈ આવવા માટે અભિનંદન
Rina said,
March 15, 2012 @ 12:24 AM
lovely translation of a lovely poem….:):)
nehal said,
March 15, 2012 @ 2:22 AM
હરમાન હેસ ની “સિધ્ધાર્થ” અને તેનો મલ્લાહ યાદ આવી ગયા.
આભાર …..ધવલ…..
વિવેક said,
March 15, 2012 @ 3:11 AM
અદભુત કવિતા… મૂળ કવિતા પણ તાકાતવર અને અનુવાદ પણ સત્ત્વશીલ…
વાહ! ટૂંક સમયમાં ધવલ શાહ અનૂદિત પુસ્તક પ્રગટ થતું હું જોઈ રહ્યો છું…
pragnaju said,
March 15, 2012 @ 4:18 AM
મધુરા ગીતનો એટલો જ મધુર અનુવાદ
પ્રેમ વિના જીવન શક્ય છે.
પણ એનું મૂલ્ય કાણી પાઈ કે ફાટેલાં જૂતાં જેટલું ય નથી.
એની કિંમત નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ જેટલી પણ નથી.
વાહ્
જબરજસ્ત જળપ્રપાતનો
તને ખ્યાલ આવી જાય –
ધસી જજે,
જિંદગી બચાવવા માટે એ જ દિશામાં ધસી જજે.
યાદ ટા ઇ ટે નિ ક નો સંવાદ
“No, I won’t”? Don’t presume to tell me what I will and will not do, you don’t know me! … You let go, and I’m, I’m ‘onna have to jump in there after you. … Jack: … it hits you like a thousand knives stabbing you all over your body. You can’t ….. Thomas Andrews: I’m sorry that I didn’t build you a stronger ship, young Rose.
himanshu patel said,
March 15, 2012 @ 10:14 AM
સરસ અનુવાદ ગમ્યો અને ખાસ કરીને અંતિમ પંક્તિઓનો.
Chandresh Thakore said,
March 15, 2012 @ 10:20 AM
ધવલભાઈઃ મેરી ઓલિવરના એક પ્રસ્ંશક તરીકે તમારી રજુઆતે ખાસ મારુઁ ધ્યાન ખેંચ્યું. …”એની કિંમત નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ જેટલી પણ નથી.” એ અભિવ્યક્તિની ધાર કેટ્લી તેજીલી છે! અને “ધસી જજે, જિંદગી બચાવવા માટે એ જ દિશામાં ધસી જજે” એ શબ્દોમાં પ્રેમની સંજીવની તરીકેની તાકાત આબેહુબ સજીવ કરી છે. … સરસ …
Pancham Shukla said,
March 15, 2012 @ 1:31 PM
A feather touch youth mentoring……. guiding to stop flings, and to wait and listen to the self; feel the signs of true love for that unique adherence.
More about Mary Oliver
http://www.poetryfoundation.org/bio/mary-oliver
tirthesh said,
March 16, 2012 @ 8:12 AM
આ અર્થહીન જીવનમાં આશાનું એક જ કિરણ છે – એ છે પ્રેમ. – so true…..
મદહોશ said,
March 22, 2012 @ 11:24 AM
વાહ! life is challenge, face it. fight it.
Shefali said,
February 13, 2013 @ 11:21 PM
Beautifully done, ધવલ!