પરમેશ્વર – પ્રીતમલાલ મજમુદાર
મને કહોને પરમેશ્વર કેવા હશે ?
કેવા હશે ? શું કરતા હશે ?
– મને…
ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને
તારાને ગૂંથનાર કેવા હશે ?
– મને…
આંબાની ઊંચી ડાળીએ ચડીને
મોરોને મૂકનાર કેવા હશે ?
– મને…
મીઠા એ મોરોના સ્વાદ ચખાડી
કોયલ બોલાવનાર કેવા હશે ?
– મને…
ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ?
– મને…
– પ્રીતમલાલ મજમુદાર
કુદરતની કમાલનાં મૂળ સુધી તો કોણ જઈ શકે? એના વિશે શુદ્ધ પ્રમાણ કોણ માંગી શકે? એક જિજ્ઞાસુ બાળક અને સર્જનહારનાં સર્જન અને સ્વરૂપ વિશેની એની બાળસહજ જિજ્ઞાસા. પ્રેમ અને પરમેશ્વરને પામવા માટે પ્રશ્નો નહીં પરંતુ શ્રદ્ધા જોઈએ, તર્ક નહીં પરંતુ વિશ્વાસ જોઈએ.
નાનપણમાં ગોખાઈ ગયેલા આ બાળકાવ્યને જ્યારે પણ વાંચવાની શરૂઆત કરૂં છું ત્યાં તો મન પલાઠી વાળીને ફરી એ વર્ગમાં બેસી જાય છે… અને એ વંચાતુ નથી, પણ આપમેળે જ ગવાઈ જાય છે. અને જાણે વર્ગનાં બધા વિદ્યાર્થીઓ હજીયે સૂર પુરાવે છે…
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
February 17, 2012 @ 10:43 AM
૭૮નો ડોહલો આજે ૧૫નો થઈ ગયો.
મને કહોને આનો લખનારો કેવો હશે?
dr. nanavati said,
February 18, 2012 @ 9:30 AM
પ્રભુ પથ્થર બની બેઠા તમે
કહ્યુ’તું શું તને આ આદમે….!!??
ફકત સંજોગના બસ ભારથી
હવે બે હાથને આ શિશ નમે….
ધવલ said,
February 19, 2012 @ 10:54 PM
સરળ ગીત લખવુ ખૂબ અઘરુ કામ છે.
વિવેક said,
February 20, 2012 @ 2:18 AM
@ ધવલ: સત્ય વચન !
મજાનું અર્થસભર બાળગીત…
પરભુભાઈ એસ. મિસ્ત્રી said,
July 11, 2022 @ 8:46 PM
.