મુંઝાય છે – ચિનુ મોદી
જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.
ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.
એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.
– ચિનુ મોદી
પંજામાંથી એક આંગળી વાઢી કાઢો તો એ કેવો નિરર્થક લાગે. પાંચ શેરની આ ગઝલ પણ પંજાની પાંચ આંગળી જેવી જ છે. કોઈ એક શેરને નબળો કહી કાઢી નાંખવો હોય તો તકલીફ પડે.
Lata Hirani said,
January 27, 2012 @ 3:18 AM
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
અદભુત…
Rina said,
January 27, 2012 @ 4:23 AM
સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.
Awwwesomeee
Rina said,
January 27, 2012 @ 4:26 AM
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
Great….
pragnaju said,
January 27, 2012 @ 7:32 AM
મઝાની ગઝલના આ શેર અફલાતુન
ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.
એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.
યાદ
આ કલમ કાગળની વચ્ચે, ઝૂલતું કલરવ સમું,
વણઝિલાયું રહી જતાં હિજરાય રે, ચાલો હવે!
jigar joshi 'prem said,
January 27, 2012 @ 10:35 AM
ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે. – ક્યા બાત્
himanshu patel said,
January 27, 2012 @ 10:39 AM
આને શું કહેવું કબીર ગઝલ કે સુફી ગઝલ પણ છે ગંભીર અને ગૂઢત્વથી તરબતર.
Manubhai Raval said,
January 27, 2012 @ 11:02 AM
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
કવી ને બીજી કોઇજ અપેક્ષા નથી તેનેતો જોઇએ છે ફ્ક્ત કોઇ પોતાનુ કોઇ અન્ગત જેની આગળ પોતાનુ
મન ખોલી શકે.
ખુબ સરસ
urvashi parekh said,
January 27, 2012 @ 9:05 PM
સરસ ગઝલ.
ફેંકતા ફેંકઈ દીધા,
હુ નથી આકાશ કે મબલખ તારા મળે,
એક બે મારા મળે, સરસ.
kalpana said,
January 28, 2012 @ 1:33 AM
આકાશ થવામાતે કેટલા વિશાળ થવું પડે ત્યારે તારા મળે. એક બે પોતિકા મળે તો બસ છે.
સર્વ ના મનને વાચા મળે એવી સરસ ગઝલ.
આભાર.
Sandhya Bhatt said,
February 2, 2012 @ 1:36 PM
બધા જ શેર અદભુત…
Spandan said,
February 4, 2012 @ 2:01 AM
ઍક બે પોતીકા મળૅ ………. અદ્ભુત શેર
મુંઝાય છે – ચિનુ મોદી « નિવૃત્તિ ની પ્રવૃત્તિ said,
February 13, 2012 @ 5:56 PM
[…] https://layastaro.com/?p=7831 […]
» મુંઝાય છે – ચિનુ મોદી » GujaratiLinks.com said,
February 22, 2012 @ 12:49 AM
[…] https://layastaro.com/?p=7831 […]