સત્ય – કનૈયાલાલ સેઠિયા
રસ્તો
પગનો
શિષ્ય છે.
જેઓ
ગણે છે
એને ગુરુ
એમને
નથી
મળતો
મુકામ !
– કનૈયાલાલ સેઠિયા
(અનુ. કિશોર શાહ)
તેર શબ્દોમાં તો કવિએ આખી જીંદગી ચાલે એટલું ભાથું ભરી દીધું છે ! એક રીતે જુવો તો આ કવિતાનો બૃહત અર્થ રોબર્ટ ફ્રોસ્ટની વિખ્યાત કવિતા The Road Not Taken ને મળતો આવે છે. એ કાવ્ય પણ જોવાનું ચૂકશો નહીં.
વિવેક said,
June 12, 2007 @ 6:50 AM
તેર શબ્દોમાં સાચે જ જાણે જીંદગીની ગીતા કહી નાંખી… સુંદર કાવ્યચયન, ધવલ… કનૈયાલાલ સેઠિયાનો થોડો પરિચય આપ્યો હોત કે મૂળ ભાષા જણાવી હોત તો માહિતી વધુ સભર લાગત…
સુરેશ જાની said,
June 12, 2007 @ 9:31 AM
રોબર્ટ ફ્રોસ્ટની કવીતાની છેલ્લી બે પંક્તીઓ ખબર હતી, પણ આખી કવીતા પહેલી જ વાર વાંચી. બહુ જ સરસ વાત કહી.
આભાર !
ગુરુપ્રથાએ વીશ્વમાં જે વીનાશ સર્જ્યો છે, તે કદાચ ચંગીઝખાન કે હીટલર જેવાએ પણ નહીં સર્જ્યો હોત. પોતાનો રસ્તો પોતે જ બનાવતી વીભુતીઓને લોકો રસ્તો બતાવનાર બનાવે છે, તે માનવજીવનની કેટલી મોટી પામરતા છે?
સુરેશ જાની said,
June 12, 2007 @ 9:32 AM
અરે ભાઇ ! નકામા શબ્દો ગણ્યા , તેરના આંકડાને વાંચીને લોકો આને અપનાવતાં અચકાશે !!!
ધવલ said,
June 12, 2007 @ 11:09 AM
વિવેક, કનૈયાલાલ સેઠિયાની વધારે રચનાઓ મેં વાંચી નથી. એ રાજેસ્થાની ભાષાના અગ્રગણ્ય કવિ છે. સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર બંને એમને મળેલા છે. એમના વિષે વધારે માહિતી લાયબ્રેરી ઓફ કોંગ્રેસની વેબસાઈટ પર છે ( http://www.loc.gov/acq/ovop/delhi/salrp/kanhaiyalalsethia.html )
અને સુરેશભાઈએ ગુરુપ્રથાની વાત કાઢી એટલે ઝેન વિચારધારાનું પ્રખ્યાત વાક્ય યાદ આવી ગયું – If you meet Buddha on the road, kill him ! સત્યની શોધમાં બુધ્ધને પણ બાજુ પર રાખી દેવાની એમા સલાહ છે. ખરો રસ્તો તો દરેક માણસે પોતાના માટે પોતે જાતે જ શોધવાનો હોય છે.