સ્વપ્નનાં પાણી ભરાયાં વ્હાણમાં,
તું હવે આ છેદનું કારણ ન પૂછ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – મિલિન્દ ગઢવી

પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો
નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો

પરછાઈને લીધે જ પરિચય છે આપણો
સૂરજ છૂપાવી દઉં તો નહીં ઓળખી શકો

રહેવા દો કૈંક ભેદ હવે દરમિયાનમાં
ધુમ્મસ બૂઝાવી દઉં તો નહીં ઓળખી શકો

ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને
ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો

ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં
એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો

– મિલિન્દ ગઢવી

13 Comments »

  1. Rina said,

    April 24, 2014 @ 3:28 AM

    ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં
    એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો
    Waahhh

  2. Mehul Bhatt said,

    April 24, 2014 @ 4:42 AM

    khoob saras gazal….
    ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં
    એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો. superb sher ! vaah ! salam milindbhai !

  3. Bhavin Modi Ahmedabad... said,

    April 24, 2014 @ 5:45 AM

    ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને
    ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો…

    good lines….

  4. હાર્દિક said,

    April 24, 2014 @ 10:10 AM

    ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને
    ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો
    વાહ। ..

  5. suresh baxi said,

    April 24, 2014 @ 10:55 AM

    ખુબ સરસ્

  6. Maheshchandra Naik (Canada) said,

    April 24, 2014 @ 3:17 PM

    સરસ ગઝલ………………….

  7. Pravin V. Patel said,

    April 24, 2014 @ 11:30 PM

    કવિરાજની કલ્પનાની કોઈ સીમા નથી.
    અતિ સુંદર————————-
    સુંદર ચિત્રો રજુ કરતા રહો.
    આભાર.

  8. Harshad said,

    April 25, 2014 @ 5:02 PM

    ખૂબજ સુન્દેર !!

  9. pankaj vakharia said,

    April 27, 2014 @ 3:29 PM

    સુંદર…

  10. darsheet said,

    April 28, 2014 @ 7:49 AM

    થોડાક જ શબદો મા ખુબ જ ઉડાણ CHe.

  11. dilip ghaswala said,

    April 29, 2014 @ 4:28 AM

    સરસ્

  12. preetam Lakhlani said,

    April 30, 2014 @ 3:33 PM

    ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં
    એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો
    શું સરસ ગઝલ વાંચવા મલી છે..છોરા જુનાગઘવાલાની….?

  13. Yogesh Shukla said,

    May 2, 2014 @ 1:55 PM

    સુંદર ગઝલ

    ” મતદાન જાગૃતિ ”
    “Use your vote like a sword ”
    પડદો ઉઠાવું તો તમે ઓળખી પણ ન શકો ,
    સ્ટેજ પર આવો તો તમે અડકી પણ ન શકો ,
    આવા નેતા પ્રતિભા લઈને ફરે છે દેશમાં ,
    લોકસભામાંથી તમે તેમને ખદેડી પણ ન શકો ,
    ” યોગેશ શુક્લ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment