લીધો છે એક શ્વાસ બીજો લઈ નહીં શકે,
પ્રત્યેક શ્વાસ વિશ્વથી છેલ્લો સંબંધ છે.
– કુતુબ ‘આઝાદ’

ધુમ્મસ કેરી ધરતી – મકરંદ દવે

આ ધુમ્મસ કેરી ધરતી રે
આ વાદળ કેરી વસ્તી,
શિખર શિખરને ગળે લગાવી
અલ્લડ જાય અમસ્તી રે,
આ ધુમ્મસ કેરી ધરતી.

ઘડીક ઢાંકે, ઘડીક ઢબૂરે,
ઘડીક છુટ્ટે દોરે,
સૂરજને સઘળું સોંપીને
પોતાને સંકોરે,
કિરણો કેરી રંગનદીમાં, માથાબોળ નીતરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.

એક પલકનો પોરો ખાવો
એક ઝલકનો છાંટો,
જુગ જુગથી મારે આ જગમાં
અમથો અમથો આંટો,
તરપણ એનું તેજ કરે ને , તો યે તરસે મરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.

અનિત્યતા અને પરિવર્તનશીલતાની આ વાત છે. કવિતાનું પોત ખૂબ જ બારીકીથી વણાયેલું છે. સુંદર મજાના રૂપકોમાં બ્રહ્મની વાત છે. મકરંદ દવેની આજ ખાસિયત તેઓને એક મૂઠી ઊંચેરું સ્થાન બક્ષે છે…..

5 Comments »

  1. Rina said,

    January 1, 2012 @ 12:48 AM

    Happy New Year to Layastaro Family..:):):):):):):)

  2. praheladprajapatidbhai said,

    January 1, 2012 @ 3:16 AM

    એક પલકનો પોરો ખાવો
    એક ઝલકનો છાંટો,
    જુગ જુગથી મારે આ જગમાં
    અમથો અમથો આંટો,
    સરસ્

  3. Kalpana said,

    January 1, 2012 @ 10:11 AM

    આ ધુમ્મસ કેરી ધરતી ખરે જ અજબ ગજબની હોય છે. સુન્દર લયમય મનડું ડોલાવનારી રચના. નૂતન વર્ષાભિનન્દન. આભાર.

  4. shantilal bauva said,

    January 1, 2012 @ 12:01 PM

    ઘણુજ સરસ ગીત

  5. વિવેક said,

    January 2, 2012 @ 12:32 AM

    સુંદર કાવ્ય… અનવરત પ્રકૃતિગાનમાંથી તારસ્વરે ઝળકી ઊઠતું જીવન ! વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment