પાનું કોરું જોઈને કોઈ કબીર,
અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.
અંકિત ત્રિવેદી

વાડ વિના ના ચડતો વેલો – રવિ ઉપાધ્યાય

વાડ વિના ના ચડતો વેલો
હોય કૂવામાં પાણી ત્યારે જાય હવાડે રેલો….

પર્વતના શિખરનો પથ્થર શોભે છે ધરતીથી,
મધદરિયાનું મોજું પામે કિનારો ભરતીથી
સાહસને સહકાર મળે તો સફળ થાય હારેલો…વાડ વિના

ક્યાંથી તપતો હોત સૂરજ, જો દિશા ન હોત ઉગમણી
ક્યાંથી સીંચત શશીસુધા, જો હોત ન રજની રમણી
મોતી પણ લાખોનું થયું, મરજીવો જ્યારે મથેલો…વાડ વિના

પા પગલી શીખવે મા ત્યારે બાળક ભરતો કૂદકો,
નાનીશી ચીનગારી હોય તો, થાતો મોટો ભડકો,
સાચો ગુરુ મળે તો, ભવ-જળ પાર ઉતરતો ચેલો…વાડ વિના

–  રવિશંકર  ઉપાધ્યાય ‘રવિ’ 

1 Comment »

  1. પ્રતીક નાયક said,

    May 30, 2007 @ 4:55 AM

    પા પગલી શીખવે મા ત્યારે બાળક ભરતો કૂદકો…

    ખુબ સરસ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment