ગુજરાતી યુનિકોડ માટે સોનાનો સૂરજ !
તમે સંદેશની નવી વેબસાઈટ જોઈ ? ના જોઈ હોય તો ભલા માણસ અત્યારે જ તરત જુઓ. ગુજરાતી ભાષાની ‘એસ્ટાબ્લીશ્ડ ન્યૂઝપેપર’ વેબસાઈટમાંથી આ પહેલી જ વેબસાઈટ છે કે જે સંપૂર્ણપણે યુનિકોડમાં બનવી છે. મારા જેવા યુનિકોડના આશિકને આ જોઈને એક શેર લોહી તો તરત ચડી ગયું !
આ એક છાપાએ શરૂઆત કરી એટલે એક પછી એક બધાને યુનિકોડનું મહત્વ સમજાશે. ( યુનિકોડની બે મુખ્ય સગવડો એટલે 1. કોઈ પણ કોમ્પ્યુટર પર સુલભ અને 2. સરળ રીતે શોધી શકાય ) ગુજરાતીને વેબ પર વિસ્તરતી જોવી હોય તો યુનિકોડ સિવાય કોઈ આરો નથી એ બધાને ખ્યાલ આવશે. હવે એક પછી એક વેબસાઈટ હવે યુનિકોડમાં આવતી જ જવાની. આજનો દિવસ ખરેખર ગુજરાતી યુનિકોડ માટે સોનાનો સૂરજ લઈને ઊગ્યો છે એમાં કોઈ શંકા નથી. જય ગરવી ગુજરાતી ! જય ગરવી યુનિકોડ !
Dinesh said,
May 23, 2007 @ 3:12 PM
શ્રી ધવલભાઈ,
લયસ્તરોમાં વાંચી સંદેશ તુરત જોયું એક જુદો જ અનુભવ થયો યુનીકોડ માં બનેલી આ વેબસાઈટ સર્ફ કરવાની મજા આવી અને પેપરનો ઉઠાવ જ સરસ બની ગયો જાણ કરવા બદલ અભિનંદન અને આભાર. થોડા સમય પહેલા આપે સૂચવેલ “ગુજરાતીમાં લખવું છે” પ્રમાણે મેં મારા કોમ્પ્યુટર્માં તે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો છે જે બરાબર ચાલે છે અને તેમાઁ એક જ ફોન્ટ શ્રુતિ મળે છે તો ગુજરાતીના બીજા ફોન્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ? અને ક્યાંથી મળે? આપનુ આ ગુજરાતી પેડ તે પ્રોગ્રામ પ્રમાણે જછે? આ પ્રશ્ન નો ઉત્તર આપશો તો આભારી થઇશ્
દિનેશ
jayshree said,
May 23, 2007 @ 7:24 PM
અરે વાહ ધવલભાઇ….
હું તો ફોન્ટની માથાકુટને લીધે કોઇ ન્યુઝપેપરની સાઇટ જોતી જ ન હતી…. હવે તો આ એક તો મળી… જોઇને તો મજા જ આવી ગઇ…. દરરોજ વાંચવાની પણ મજા આવશે…. અને હવે એ બધા આર્ટિકલને કોપી – પેસ્ટ કરવું પણ કેટલું સરળ થઇ ગયું….. આ લો…. મેં તો શરૂઆત પણ કરી દીધી.
આ આંસુનો દરિયો ને ઇચ્છાના હલેસાંઓ,
ને આશાનો કિનારો આવતાં થાકી ગયો છું હું.
– ભરત ભટ્ટ ‘તરલ’
કાર્તિક મિસ્ત્રી said,
May 24, 2007 @ 5:46 AM
દિનેશભાઇ, બીજા બે ફોન્ટ તમે http://www.utkarsh.org પર જઇ ડાઉનલોડ વિભાગમાંથી ડાઉનલોડ કરી શકશો.
સંદેશનાં સંદેશ આપવા માટે લયસ્તરોનો આભાર!
સંદેશની વેબસાઇટ યુનિકોડમાં.. « મારા વિચારો, મારી ભાષામાં… said,
May 24, 2007 @ 5:50 AM
[…] સંદેશની વેબસાઇટ યુનિકોડમાં.. Filed under: ઇન્ટરનેટ, અમદાવાદ, સમાચાર, ગુજરાતી — Kartik Mistry @ 3:08 pm * આજે લયસ્તરો પરથી મને ખબર પડીકે ગુજરાતનાં અગ્રણી એવાં એક સમાચાર પત્ર સંદેશે પોતાની વેબસાઇટ યુનિકોડમાં બનાવી છે. તો, આ ગુડ મુવ માટે સંદેશનો આભાર! કદાચ બીજા સમાચારપત્રો પણ, આ દિશામાં કદમ માંડશે એવી આશા રાખીએ!! […]
પંચમ શુક્લ said,
May 24, 2007 @ 1:49 PM
Thanks for the new information. The Sandesh website looks quite cool now. Hope unicode will evolve further and will give us a range of fonts in future.
સુરેશ જાની said,
May 28, 2007 @ 6:07 PM
ન ખુલી.