કાલની વાત પર તું ગેમ ન રમ,
કાલની કોને જાણ છે જ હજી?
- વિવેક મનહર ટેલર

હું નથી ઇશ્વર – રવિશંકર ઉપાદ્યાય

હું નથી ઇશ્વર, નવું સર્જન કરું.
માનવી છું, શેં પરિવર્તન કરું !

શક્યતાઓ પણ બને છે પહાડ જ્યાં,
હું નથી શ્રી કૃષ્ણ કે ગોવર્ધન વહું !

ચીર પાંચાળીનાં ના પૂરી શકું,
લોક્ની નજરે તો દુર્યોધન ઠરું !

કામ ના લાગ્યો નર્યો પુરુષાર્થ ત્યાં,
લેશ ના પ્રારબ્ધનું દર્શન થયું !

ના થયો ઠરી ઠામ હું કોઇ જ’ગા
ધ્યેય વિણ  સતત ભ્રમણ કરું !

જીદગીથી દૂર ભાગ્યો છું ‘રવિ’,
મ્રુત્યુની સામે હું આકર્ષણ બનું !

રવિશંકર ઉપાદ્યાય

મુંબાઇના આ કવિની ઘણી રચનાઓ સ્વર બધ્ધ થયેલી છે.

Leave a Comment