પરમ સખા મૃત્યુ :૦૧: આજ મરી જાઉં તો – મકરંદ દવે
કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને.
વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.
ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.
સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.
મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું ક્યા વદને !
હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.
ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.
મારા પ્રિય કવિની મારા પ્રિય વિષય ઉપરની ગઝલ ઘણા વખતથી અહી મૂકવાની ઈચ્છા હતી. ગમન ખૂબ ગમવું, સ્મશાને મજાક સૂઝ્વી……આ વાતો કવિનું કદ સૂચવે છે-વધુ લખવું વ્યર્થ છે !
મૃત્યુ એટલે અજ્ઞાતમાં ધકેલાવું.
જો મૃત્યુ પર વિશ્લેષણ કરવા બેસું તો ‘વરસોનાં વરસ લાગે….’ , તેથી વધુ ન લખતાં જે વિચારોએ મારા મ્રત્યુ વિશેના ખ્યાલને ઘડ્યો છે તે વિચારો જ આપની સમક્ષ રજૂ કરી દઉં છું-
‘ You would know the secret of death.
But how shall you find it unless you seek it in the heart of life ?
For life and death are one, even as the river and the sea are one.
For what is it to die but to stand naked in the wind and to melt into the Sun ?’
– Kahlil Gibran
‘अव्य्क्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत
अव्यक्त निधनान्येव तत्र का परिदेवना .’ – ભગવદ ગીતા -અધ્યાય ૨ -શ્લોક ૨૮.
‘ હે અર્જુન ! સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને માર્યા પછી પણ અપ્રગટ થઇ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો આવી સ્થિતિમાં શોક શાનો ? ‘
વિવેક said,
December 5, 2011 @ 1:33 AM
સુંદર ગઝલ… જિબ્રાનની ટિપ્પણી અને ગીતાનો શ્લોક પણ આસ્વાદ્ય !
Deval said,
December 5, 2011 @ 5:05 AM
sundar gazal…2nd, 5th and 7th sher savishesh gamya…gibran na vicharo vanchavani pan maja padi…
pragnaju said,
December 5, 2011 @ 7:54 AM
સુંદર ગઝલ
મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું ક્યા વદને !
સ રસ
યાદ આવે અમારા સ્મશાન પર કોતરેલો ચક્રબસ્તનો શેર
શુક્રિયા યહાં તક લાનેકા દોસ્તો
યહાં સે મૈં ખુદ ચલા જાઊંગા
Rina said,
December 5, 2011 @ 8:38 AM
awesome…..reminds something from Gitanjali
On the day when death will knock at thy door what wilt
thou offer to him?
Oh, I will set before my guest the full vessel of my life –
I will never let him go with empty hands.
All the sweet vintage of all my autumn days and summer
nights, all the earnings and gleanings of my busy life will
I place before him at the close of my days when death will
knock at my door……
ગૌરાંગ ઠાકર said,
December 5, 2011 @ 10:29 AM
કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને….સરસ …
Chandrakant Lodhavia said,
December 5, 2011 @ 11:45 AM
December 5, 2011 at 12:00 am by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે, મૃત્યુ વિશેષ. અમંગળ ઘટના ઉપર મંગળ ગાન.
જીવતા જીવે મૃત્યુને દરવાજે જઈને ખુમારીથી આમ કહેવાની હિંમત
હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.
હિંમતવાળા કવિની જ હોય છે.
ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.
અહીં કવિશ્રી સુરેશ દલાલની પંકતિના શબ્દો બદલી કહેવાનું મન થાય છે કે, કમાલ કરે છે જીવતો હવે મરવાની વાત કરે છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
Harikrishna (HariK) Pael said,
December 5, 2011 @ 4:36 PM
મ્રુત્યુનિ એક વાસ્ત્વિક્તા કેટ્લિ સરસ્ રિતે સમજાવિ છે.
P Shah said,
December 5, 2011 @ 11:24 PM
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ મૃત્યુ વિશે તેમના એક લેખમાં કહે છે કે:
જો આ વિશ્વમાં કાલ કે મૃત્યુ ન હોય તો મનુષ્યજીવનના વિકાસનું મહાન સાધન વૈરાગ્યનું અસ્તિત્વ ન રહે. વૈરાગ્યની ભાવના દ્વારા જ મનુષ્યજીવનની ઉન્નતિ થઈ શકે છે. કાલમૃત્યુને જીતવા માટે પરમાત્માની વિશુદ્ધિ અને શાંતિનો સાક્ષાત્કાર કરવો જોઈએ. બૃહદારણ્યક ઉપનિષદમાં લખ્યું છે કે: અક્ષર એટલે બ્રહ્મના સંપૂર્ણ જ્ઞાનથી જેને મૃત્યુ મરી ગયું છે એ જ આ જગતમાં બ્રાહ્મણ, બીજો નહિ એમ નિશ્ચય થાય છે.