સૂર્ય ઊગે ને આંખ ખોલે છે
એક ટોળું હરેક જણમાંથી.
નયન દેસાઈ

આનંદની કવિતા – યશવંત વાઘેલા

છંદમાં નહીં કવિતા કરું હું
છંદ તો પ્રજ્ઞાચક્ષુઓએ પહેરેલાં ગોગલ્સ છે.
મને તો સગી આંખે બધું જ સંભળાય છે.
લયમાં પણ નહીં કવિતા કરું હું
મારી પાસે તો
પ્રલંબિત નિઃશ્વાસ છે, અમારા દુઃખોનો,
એટલે
મારે તો કંડારવી છે,
તારા અવમૂલ્યનની-વિલયની કથા.
ક્યાં છે સમાનતા ?
તે બેસાડું હું પ્રાસ શબ્દનો !
અને સુખનો અનુપ્રાસ તો હજી વાંઝીયો છે.
રૂપ અને આકારની
રચના અને સંરચનાની
વ્યાભિચારી ચર્ચામાં મને રસ નથી.
કારણ કે આ પેટ ખાલી છે.
મને ભૂખનો સાક્ષાત્કાર થયો છે.
લાગે છે
હું માણસ થઈ જઈશ
તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ.
પછી મારે લખવી છે,
છેવાડાના માણસની આનંદની કવિતા.

– યશવંત વાઘેલા

‘દલિત કવિતા’ શીર્ષક સામે મને ગુસ્સો છે પણ આ કવિઓની કવિતામાંથી પસાર થતી વખતે એમની સંવેદના અને તકલીફ મને વધુ ગુસ્સે કરે છે.  એકવીસમી સદીમાં પણ હજી આવી સામાજીક વિષમતા? શી રીતે સહી શકાય આવા હાડોહાડ અન્યાયને? હજી કેટલા ગાંધી અને આંબેડકરની આપણને જરૂર પડશે? આ સાચે જ એકવીસમી સદી છે કે એક વસમી સદી છે?

ભૂખનો સાક્ષાત્કાર થયો હોય ત્યારે છંદ-લય, પ્રાસ-અનુપ્રાસના શણગાર ક્યાં કરવા જવાના ભાવ સાથે આવતી આ કવિતા સંપ્રત સમાજની અવ્યવ્સ્થા પર જનોઈવઢ ઘા કરે છે…

6 Comments »

  1. milind gadhavi said,

    November 25, 2011 @ 2:24 AM

    omg…!!

  2. મીના છેડા said,

    November 25, 2011 @ 3:22 AM

    મારી પાસે તો
    પ્રલંબિત નિઃશ્વાસ છે, અમારા દુઃખોનો,………………………………

  3. pragnaju said,

    November 25, 2011 @ 8:43 AM

    મને ભૂખનો સાક્ષાત્કાર થયો છે.
    લાગે છે
    હું માણસ થઈ જઈશ
    તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ.
    સંપ્રત સમાજની અવ્યવ્સ્થા સામેનો આવો આક્રોશ ક્રાંતિ લાવશે ?

  4. praheladprajapatidbhai said,

    November 25, 2011 @ 8:02 PM

    લાગે છે
    હું માણસ થઈ જઈશ
    તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ.
    પછી મારે લખવી છે,
    છેવાડાના માણસની આનંદની કવિતા.
    અતિ સુન્દર
    પચિ પન આપ શ્રેી સન્દ ના કે પ્રગ્ના ચક્શ્યુ ના ગોગલ્સ નિ કોઇ ચિન્તા કરવેી નહિ

  5. himanshu patel said,

    November 26, 2011 @ 12:30 AM

    સરસ કવિતા છે દલિત ટ્રેન્ડમાં
    મારે તો કંડારવી છે,
    તારા અવમૂલ્યનની-વિલયની કથા….યે બાત.

  6. Sudhir Patel said,

    November 26, 2011 @ 11:28 AM

    ખૂબ ધારદાર અભિવ્યક્તિ!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment