જાતમાંથી કંઈક જાતું હોય છે.
આ બધું ત્યારે લખાતું હોય છે.
નીતિન વડગામા

આવે છે ક્યાંથી ? – શોભિત દેસાઈ

બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,
તિમિર ડરતું રહે છે આગિયાથી.

લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી,
મળ્યું છે આભને અંધારું જ્યાંથી.

સુગંધોના, તમે જે મોકલ્યા એ,
લઈ લીધા મેં સંદેશા હવાથી.

અલગ ઊભો રહી જોયા કરું છું,
બધા કયાં જાય છે ? આવે છે ક્યાંથી ?

જનારો ક્યારનો ચાલ્યો ગયો છે,
હવે શો ફાયદો ભેગા થવાથી !

– શોભિત દેસાઈ

પહેલો જ શેર બહુ મઝાનો છે. અલ્પનો પ્રભાવ અલ્પ જ હોય જરૂરી નથી. ઈતિહાસના પાના આ સત્યના ગવાહ છે. ને વળી, અલગ ઊભો રહી… તો એનાથી ચડે એવો શેર છે. સમ્યક થયા સિવાય સર્જક થવું અશક્ય છે.

10 Comments »

  1. વિવેક said,

    November 16, 2011 @ 2:04 AM

    અદભુત ગઝલ… બધા જ શેર ગમી ગયા… પહેલો, ચોથો અને પાંચમો તો ‘વાહ’ અને ‘આહ’ એકસાથે પોકારાવે એવા થયા છે…

    સવાર સુધરી ગઈ…

  2. P Shah said,

    November 16, 2011 @ 3:21 AM

    સુંદર ગઝલ !
    બધા જ શેર માણવા ગમ્યા !

  3. Lata Hirani said,

    November 16, 2011 @ 5:34 AM

    સુગંધોના, તમે જે મોકલ્યા એ,
    લઈ લીધા મેં સંદેશા હવાથી….

    મન સુગન્ધી થઇ ગયુ…

    લતા હિરાણી

  4. praheladprajapatidbhai said,

    November 16, 2011 @ 6:13 AM

    સરસ્

  5. Hemal Pandya said,

    November 16, 2011 @ 7:10 AM

    શોભિતની કદાચ પહેલી જાણિતી ગઝલનો પહેલો શેર યાદ આવે છે

    જરા અંધાર નાબુદીનો દસ્તાવેજ લઈ આવ્યો
    અરે લો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો

    ઉદય મજુમદારનું composition પણ બહુ સરસ છે

  6. pragnaju said,

    November 16, 2011 @ 7:48 AM

    મસ્ત ગઝલના આ શેર
    અલગ ઊભો રહી જોયા કરું છું,
    બધા કયાં જાય છે ? આવે છે ક્યાંથી ?

    જનારો ક્યારનો ચાલ્યો ગયો છે,
    હવે શો ફાયદો ભેગા થવાથી !
    વાહ્
    જે ક્ષણોને ભૂલવી હોય છે એ પરાણે યાદ આવતી રહે છે અને જેને યાદ રાખવી હોય છે એ ઘણી વખત ભુલાઈ જાય છે. … ક્યાં કોઈક હાથ મળી ગયો હતો અને ક્યાં કોઈ સાથ છૂટી ગયો હતો? … સ્મરણો તાજાં થઈ જાય છે ત્યારે હું મારા સારાં સ્મરણોને યાદ કરવા માંડું છું તમારાં કયાં સ્મરણો તમને વારંવાર યાદ આવે છે? … આપણા કાન કેટલા બધા અવાજો વિસરી ગયા હોય છે?
    ત્યાં શોભિત જ
    અર્થ આવ ! કાનમાં કહું તને,
    પહેલો પુરુષ એક વચનની એ શોધ છે !-

  7. vijay joshi said,

    November 16, 2011 @ 9:01 AM

    બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,
    તિમિર ડરતું રહે છે આગિયાથી.

    લાજવાબ શેર!
    ચર્ચિલના ” બ્રિટીશ સામ્રાજ્યનો સૂર્ય કદી આથમતો નથી” એ પ્રભાવી
    સામ્રાજ્યને ગાંધીજી એક આગિયો બની પરાભૂત કરી ગયા.

    મારો એક શેર યાદ આવે છે જે પ્રસ્તુત કરું છું.

    ક્ષિતિજના પડદા પાછળ રૂપ બદલી
    સુરજ આવ્યો રાતે ઠંડો થવા આગિયો બની

    વિજય જોશેી ‘શબ્દનાદ’

  8. urvashi parekh said,

    November 16, 2011 @ 9:08 AM

    સરસ રચના,
    બધા સામ્રાજ્ય તુટ્યા અલ્પતાથી,
    તીમીર ડરતુ રહે આગીયાથી.
    સરસ.

  9. સુનીલ શાહ said,

    November 16, 2011 @ 12:04 PM

    જનારો ક્યારનો ચાલ્યો ગયો છે,
    હવે શો ફાયદો ભેગા થવાથી !
    સત્યવચન….

  10. Dinesh Pandya said,

    November 17, 2011 @ 1:54 AM

    અલગ ઊભો રહી જોયા કરું છું,
    બધા કયાં જાય છે ? આવે છે ક્યાંથી ?

    બહુ સુંદર ગઝલ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment