એક કાગળ વાયકાની વાવ શો ઊંડો હતો
લોક કહેતાં : જે જતું એમાં તે પાછું ના ફરે !
– મનોજ ખંડેરિયા

અછાંદસ – પન્ના નાયક

આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો –
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ ઋણાનુબંધના દોરાથી !

– પન્ના નાયક

અંત સુધી પહોંચતા સોય જેવું લાગતું આશ્ચર્યચિહ્ન જાણે ખુદ ભોંકાય છે અને વેદનાનો તીવ્ર અનુભવ કરાવી જાય છે… મધુસુદનભાઈ કાપડિયાનાં શબ્દોમાં કહું તો:   ‘પુસ્તકનાં પૃષ્ઠો’ ના જોડાક્ષરો અને અઘોષ વર્ણોમાં કેવી કઠોરતા છે; ‘સિવાઈ ગયેલાં’ એ ક્રિયાપદ કોઈ જીવતેજીવત પડખાંને બખિયા ભરી લેતું હોય તેવી વેદનાનો અનુભવ કરાવે છે અને પતિપત્નીને પુસ્તકનાં પૃષ્ઠો સાથે સરખાવીને તથા ઋણાનુબંધના દોરાથી પેલાં પૃષ્ઠોની માફક સિવાઈ ગયેલાં નિરૂપાતાં રૂપક સાંગોપાંગ અને સંઘેડાઉતાર નીવડે છે.

5 Comments »

  1. વિવેક said,

    November 11, 2011 @ 1:02 AM

    મારી કોલેજકાળની ડાયરીમાં સુવર્ણ અક્ષરે લખાયેલું મારું મનગમતું કાવ્ય…
    સોયની જેમ ‘ખચ્ચ્’ ભોંકાઈ જતા અશ્ચર્યચિહ્નવાળી વાત મોનાની બાજનજરને સલામ કરાવે એવી છે…

  2. Deval said,

    November 11, 2011 @ 6:47 AM

    @Vivek ji : સંઘેડાઉતાર etle shu thai?!

  3. વિવેક said,

    November 11, 2011 @ 8:10 AM

    સંઘાડો = સંઘારડો; હાથીદાંત અને લાકડા વગેરેની ગોળ ધાર ઉતારવાનું યંત્ર; `લેથ’.
    સંઘાડે ઉતારવું-ચડાવવું = સંઘાડા વડે તૈયાર કે ચમકતું કરવું.

  4. pratik mor said,

    November 11, 2011 @ 4:42 PM

    હું પહેલું પાનું પલટાવી ને બંધ કરી દેતો હતો ચોપડી,ને પ્રેમની પૂરી કહાની છેલ્લા પાને લખી હતી એણે

  5. Deval said,

    November 12, 2011 @ 12:29 AM

    @વિવેક સર ઃ આભાર …..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment