દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.
– સંજુ વાળા

સંભવે – સંદીપ ભાટિયા

બે’કત્રણ જીવ્યાની ક્ષણમાં કેટલા વ્રણ સંભવે ?
આંખ સામે ભીંત જેવા કેટલા જણ સંભવે ?

હાથ તો ડૂંડા સમા થઈ જાય ઊંચા પણ પછી
બંધ મુઠ્ઠીને કણસલે કેટલા કણ સંભવે ?

પગરવોની શક્યતા ડમરી બની ઊડ્યા કરે
પાંપણોના પાદરે ભીનાશનું ધણ સંભવે.

– સંદીપ ભાટિયા

આ લઘુ-ગઝલમાં દરેક શેર નાની વાર્તા સમો થયો છે. પહેલા શેર પરથી તો કેટલી ય કથાઓ આંખો સામે તરવરી જાય છે.

9 Comments »

  1. Rina said,

    November 2, 2011 @ 12:52 AM

    વાહ……

  2. Rakesh Thakkar, Vapi said,

    November 2, 2011 @ 4:05 AM

    બહુ જ સરસ રચના

  3. Pancham Shukla said,

    November 2, 2011 @ 4:42 AM

    નાની પણ મઝાની ગઝલ. ત્રણે શેર ગમી જાય એવા છે.

    પાંપણોના પાદરે ભીનાશ (?) ધણ સંભવે.

  4. jyoti hirani said,

    November 2, 2011 @ 5:06 AM

    સરસ ગઝલ અભિનન્દન સન્દિપ ભાઈ.

  5. વિવેક said,

    November 2, 2011 @ 8:14 AM

    સુંદર ગઝલ…

    પંચમભાઈનો અંગૂલિનિર્દેશ પણ યથાર્થ છે.

    પાંપણોના પાદરે ભીનાશ(ના) ધણ સંભવે ?!

  6. pragnaju said,

    November 2, 2011 @ 10:20 AM

    ત્રણ શેરની સ રસ ગઝલ

  7. kishoremodi said,

    November 2, 2011 @ 3:42 PM

    સુંદર ગઝલ.

  8. ધવલ said,

    November 2, 2011 @ 11:17 PM

    સુધારી લીધું છે … ‘ભીનાશનું’ જોઈએ.

  9. P Shah said,

    November 3, 2011 @ 3:22 AM

    ટૂંકી પણ સુંદર રચના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment