બાપ ગઝલ છે, માત ગઝલ છે;
મારી આખી જાત ગઝલ છે
– વિરલ દેસાઈ

(અધૂરી છે) ગઝલ – રઈશ મનીઆર

જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે
જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે

પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે !
એય ના વિચાર્યું કે વારતા અધૂરી છે

ભક્ત રઝળે અંધારે ને ઝળાંહળાં ઇશ્વર
નીકળી ગયું મુખથી, ‘ દિવ્યતા અધૂરી છે ‘

સૌનું એ જ રડવું છે, જામ કેમ અધૂરો છે ?
સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે

બે જણા મળે દિલથી તોય એક મજલિસ છે*
એકલો છું હું આજે ને સભા અધૂરી છે

મૃત્યુ આવવા માંગે આંગણે અતિથિ થઈ
ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે

ઠેરઠેર ડૂસકાં છે, ઠેરઠેર ડૂમા છે
ને ‘રઈશ’ જગતભરની સાંત્વના અધૂરી છે                 [ * સ્મરણ : મરીઝ ]

 

ગઈકાલે જ હજી જેનું વિમોચન થયું તે રઈશભાઈના નવાંનક્કોર ગરમ ભજીયા જેવા ગઝલસંગ્રહ – ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – માંથી લીધેલી એક ઉત્કૃષ્ટ રચના….પહેલો શેર અમર થવા સર્જાયો છે……

17 Comments »

  1. Rina said,

    October 10, 2011 @ 12:39 AM

    awesome…….

  2. Deval said,

    October 10, 2011 @ 1:59 AM

    જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે
    જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે

    પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે !
    એય ના વિચાર્યું કે વારતા અધૂરી છે
    vaah… thanx for sharing sir…

  3. mansukh kalar said,

    October 10, 2011 @ 4:57 AM

    ઉત્તમ , અતિ ઉત્તમ .

  4. kiran mehta said,

    October 10, 2011 @ 6:06 AM

    ખુબ જ સરસ ગઝલ. ખુબખુબ આભાર………..

  5. vijay shah said,

    October 10, 2011 @ 6:15 AM

    જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે
    જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે

    ઠેરઠેર ડૂસકાં છે, ઠેરઠેર ડૂમા છે
    ને ‘રઈશ’ જગતભરની સાંત્વના અધૂરી છે

  6. સુનીલ શાહ said,

    October 10, 2011 @ 8:59 AM

    સૌનું એ જ રડવું છે, જામ કેમ અધૂરો છે ?
    સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે
    વાહ…

  7. ડેનિશ said,

    October 10, 2011 @ 10:00 AM

    તીર્થેશભાઈ, રઈશસરની એક પછી એક સાદ્યંત ગઝલો મૂકીને અમને ધન્ય-ધન્ય કર્યા! કવિશ્રીએ પોતાની વ્યથાને-અધૂરપને અત્યંત કલાત્મક રીતે કલમથી વહાવી છે.
    ભક્ત રઝળે અંધારે ને ઝળાંહળાં ઇશ્વર
    નીકળી ગયું મુખથી, ‘ દિવ્યતા અધૂરી છે ‘
    એ શૅર વાંચતા કવિશ્રી ‘સુન્દરમ્’નું “ત્રણ પાડોશી” કાવ્ય યાદ આવ્યાં વિના ન રહે.(જેમાં જન્માષ્ટમીના દિવસે મંદિરમાં વિરાજેલા શ્રીરામને ઘી-સાકરનો ભોગ ધરાવાય છે, બાજુમાં રહેલો શેઠ હવેલીમાં સાતમે માળે બેસીને મિષ્ટાન્ન આરોગે છે ને તેમની ત્રીજી પાડોશી માકોરડોશી ભૂખ્યા પેટે લોકોના દળણાં દળે છે.)
    ગઝલનો એક શૅર એક સ્વતંત્ર કવ્ય બની શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ !
    ‘ ગાલગા લગાગાગા* 2 ‘ના આવર્તનોમાં અસ્ખલિત રીતે વહેતી આ સર્વાંગ સુંદર ગઝલનો એકેએક શેર માણવાલાયક છે!

  8. Dhruti Modi said,

    October 10, 2011 @ 4:28 PM

    વાહ!! ખૂબ સુંદર ગઝલ. સાચી વાત છે પહેલો શે’ર ઉત્તમ છે. અંતર નીચોવીને શે’ર પ્રગટયો છે.

  9. dr.ketan karia said,

    October 11, 2011 @ 1:06 AM

    સૌનું એ જ રડવું છે, જામ કેમ અધૂરો છે ?
    સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે
    લાજવાબ…શેર

  10. વિવેક said,

    October 11, 2011 @ 1:38 AM

    નખશિખ મજાની ગઝલ…

  11. અનામી said,

    October 11, 2011 @ 11:53 AM

    ભક્ત રઝળે અંધારે ને ઝળાંહળાં ઇશ્વર
    નીકળી ગયું મુખથી, ‘ દિવ્યતા અધૂરી છે ‘

    વાહ….

  12. ઊર્મિ said,

    October 13, 2011 @ 10:26 PM

    જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે
    જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે

    ……………… આ શેર ઉપર જ સ્થગિત થઈ જવાયું !

  13. gunvant thakkar said,

    October 14, 2011 @ 2:17 AM

    તીર્થેશભાઈ,..ગરમ ભજીયાનુ આયુષ્ય કેટલુ ?…. કોઇપણ કલાકારના કવનને બિરદાવતી વખતે એને અનુરુપ શબ્દો પ્રયોજવાની સજાગતા આપણે બધાએ જ રાખવી રહી…ક્ષમાયાચના સાથે..

  14. minal patel said,

    June 13, 2012 @ 9:46 AM

    je vythane adke nahi e kala adhuri chhe,
    je kalamthi tapke nahi e vyatha adhuri chhe,
    mindblowing.

  15. sagar said,

    November 1, 2012 @ 8:34 AM

    આફરીન

  16. harish vyas said,

    July 17, 2015 @ 4:48 AM

    મૃત્યુ આવવા માંગે આંગણે અતિથિ થઈ
    ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે
    વાહ રઈસભઈ .

  17. Ravajibhai N. Patel said,

    May 11, 2022 @ 1:21 PM

    કલમને તમારી સ્પર્શી શકયો ના વ્યથા આમારી અધૂરી છે.
    બસ ખુશી એટલી જ છે કે કલમ તમારી મધુરી છે.
    રાવજી પટેલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment