જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ
મનોજ ખંડેરિયા

મનજી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

અથડાયા-કુટાયા મનજી,
રહ્યા તોય રઘવાયા મનજી.

સમજણ કાયમ હાથવગી પણ,
જ્યાં ને ત્યાં સલવાયા મનજી.

નહીં ઠામ ઠેકાણું તોયે,
પાંચ મહીં પુછાયા મનજી.

દુઃખમાં ડગલે પગલે સાથે,
સુખ જોઈ સંતાયા મનજી.

એ જ વાર કરતાતા તોયે,
લાગ્યું વ્હારે ધાયા મનજી.

રસ ભીતરથી બાહર મૂકી,
ભરમાયા-પસ્તાયા મનજી.

બોજ બધા કહેતા’તા મિસ્કીન
કુંભાર કરતાં ડાહ્યા મનજી.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મનજીને મોજ કરાવે એવી મઝાની ગઝલ.

(છેલ્લા શેરમાં (કાચા કાનના) કુંભાર, એનો દીકરા અને ગધેડાની વાર્તાનો સંદર્ભ છે.)

7 Comments »

  1. Pushpakant Talati said,

    October 5, 2011 @ 5:58 AM

    વાહ ! !!
    સરસ મજાની “મનજી” ની વાત – ખુબજ સુન્દર .
    પણ નીચેની પન્ક્તિઓમાં મને લાગે છે કે ;-
    ” એ જ વાર કરાતાતા તોયે,
    લાગ્યું વ્હારે ધાયા મનજી.”
    ને બદલે
    “એ જ વાર કરાવતા’તા તોયે,
    લાગ્યું વ્હારે ધાયા મનજી.”
    એમ હોવું જોઈએ. કદાચ આ TYPING ERROR હોઇ શકે.

  2. maya shah said,

    October 5, 2011 @ 8:25 AM

    મનને ગમે એવિ મનનિ વાતો. ખુબ સુન્દર.

  3. વિવેક said,

    October 5, 2011 @ 8:54 AM

    એ જ વાર કરતા’તા તો યે – મોટા ભાગે આમ હશે…

  4. ધવલ said,

    October 5, 2011 @ 9:44 AM

    ‘કરતાતા’ સુધારી લીધુ છે…

  5. pragnaju said,

    October 5, 2011 @ 9:47 AM

    એ જ વાર કરતા’તા તો યે
    કે
    “એ જ વાર કરાવતા’તા તોયે,
    અમને બન્ને મઝાના રમુજી લાગે છે
    પણ આ પંક્તીઓ
    બોજ બધા કહેતા’તા મિસ્કીન
    કુંભાર કરતાં ડાહ્યા મનજી.
    જો આમ હોત તો…?
    બોજ બધા કહેતા’તા મિસ્કીન
    પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા
    કો.દુનિયાને કાવ્ય પોતાનું લાગતે!

  6. Dhruti Modi said,

    October 5, 2011 @ 4:26 PM

    મન પર કહેવાયેલી મઝાની રમુજી ગઝલ.

  7. dr.ketan karia said,

    October 6, 2011 @ 1:25 AM

    શ્રી સૌમ્ય જોશી લીખિત ‘ધારોકે તમે મનજી છો’ નાટકની યાદ આવી ગઇ,
    અએ પણ સુંદર છે અને આ ગઝલ પણ્…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment