પગલાં – ચિનુ મોદી
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.
પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.
સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:
પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.
ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.
– ચિનુ મોદી ( ઇર્શાદ)
આધુનિકતાને વરેલા છતાં ગઝલના મૂળ સ્વરૂપની ઇજ્જત જાળવતા આ કવિની, પોતાની આગવી, આ ‘તસબી’ પ્રકારની રચના છે.
ચિનુ મોદી, Chinu Modi « ગુજરાતી સારસ્વત પરિચય said,
April 25, 2007 @ 3:34 AM
[…] # એક તસબી : એક ક્ષણિકા […]
વિવેક said,
April 25, 2007 @ 8:56 AM
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.
– સાચી વાત… કહેવાનું ઘણું હોય ને…
પંચમ શુક્લ said,
April 25, 2007 @ 4:44 PM
As I understand, મૂળ સ્વરૂપ એટલે classical and established framework in which poems (or things in general) look more esthetic and pleasant.
આ જ રીતે મૂળ સ્વરૂપની અપેક્ષા ભાષા અને જોડણીને પણ હોય એ મંતવ્ય શું ઉપકારક નથી?
જો કે વિચારવા જેવી બાબત એ છે કેઃ
ક્ષણે ક્ષણ બદલાતાં વિશ્વમાં મૂળ સ્વરૂપ એટલે શું?
અને મૂળ સ્વરૂપની ઇજ્જત એટલે શુ?
Finally, enjoy the sher- we all need to seek constantly.
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
– રાજેન્દ્ર શુક્લ
સુરેશ જાની said,
April 26, 2007 @ 7:41 AM
મારા માનવા પ્રમાણે રૂપ અને બંધારણ તો વાઘા છે. માંહ્યલો તો ભાવ છે.
વાઘા તો બદલાતા જ રહેવાના. ધોતીયું હોય કે લંગોટી; ઘુમટો હોય કે બીકીની. જે સત્ય છે અને જે સત્વ છે તે જ મંગળકારી રહેવાનું.
માટે જ નરસીંહ મહેતા કે નાનાલાલ કે રાજેન્દ્ર શુકલને જ હું તો મહાકવી ગણું.
હેમંત પુણેકર said,
May 23, 2007 @ 10:27 AM
સુંદર રચના છે….
પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.
આ શેર મને સમજાયો નહીં , કોઈ મદદ કરશો?
તસબી પ્રકારની રચના ની લિન્ક વાંચી શકાતી નથી. વધુ માહિતી ક્યાંથી મળશે?
UrmiSaagar said,
May 23, 2007 @ 1:22 PM
સુંદર તસ્બી…
એક તસ્બી… પંચમ શુક્લની… અહીં વાંચો…
http://urmi.wordpress.com/2007/02/26/nirvantandra_pancham_shukla/
valvi suhash said,
June 3, 2017 @ 4:38 PM
मे कब का सो गया होता ,
पर तेरे दर्द ने कभी चैन से सोने न दिया ,