પંખી – રાજેન્દ્ર પટેલ
ઊડવાની
પહેલી જ પળે
તેણે, નક્કી કરી નાખ્યું હોય છે
ઊતરાણ.
હાડેહાડમાં છુપાયેલાં
હજાર હજાર હલેસાં
તેને ઊડવા હડસેલે.
છતાં, દરેક ફેરે
તેને ઊડવાનો હાંફ.
ગમે તેટલું ઊંચું ઉડે
ધરતી પર પડતો પડછાયો
ના છોડે.
ઊડવાના આવેગમાં
ભુલતું નથી પાંખોનો ભાર
ઊડતું નથી અપરંપાર.
એટલેસ્તો
આભાસી તંતુનો
અનેરો વિચ્છેદ, સર્જાતો નથી.
ને ઊડ્યું હોય છે ક્યારેક
ઘણું ઘણું દૂર
પણ પાછું ફર્યું હોય છે
ત્યારે જ, જ્યાંથી
માંડી હોય છે શરૂઆત.
એક દિવસ તેણે જોયું
ઉતરાણમાં કપાયેલા પતંગમાંથી
કેટલાક બની જતા હોય છે
આકાશ.
તેના પીંછેપીંછામાં
પરસેવાનાં ટીપેટીપાંમાં
ક્ષિતિજો એ પ્રસારી પાંખ.
જેમ વધુ
ઊડવા મથે ઊંચે
તેમ વધુ
પહોચે ઊંડે.
ચડાણ અને ઉતરણ વચ્ચે
એ એટલું રહેસાયું
એટલું રહેસાયું
ઊંચકાયું
સાંગોપાંગ.
-રાજેન્દ્ર પટેલ
ઊડવું જાતમાં ઊંડા ઉતારવાની કશ્મકશના પ્રતીકરૂપ છે. માણસ એટલી વાત સમજે કે કપાયેલો પતંગ આકાશ બની જાય છે, ત્યારે જ એને ખરા અર્થમાં ઊડવાની ગડ બેસે છે.
neerja said,
September 21, 2011 @ 12:45 AM
inspiring. .
pragnaju said,
September 21, 2011 @ 10:37 AM
સુંદર
જેમ વધુ
ઊડવા મથે ઊંચે
તેમ વધુ
પહોચે ઊંડે.
ચડાણ અને ઉતરણ વચ્ચે
એ એટલું રહેસાયું
એટલું રહેસાયું
ઊંચકાયું
સાંગોપાંગ.
આ પંક્તીઓમાં ગહન વિચાર છે
પંખીની પાંખો તે આત્મજ્ઞાન ને વિજ્ઞાન, આત્મજ્ઞાન માણસને અંદરથી પવિત્ર કરે છે, જ્યારે વિજ્ઞાન માણસને બહારથી પવિત્ર કરે છે. આ બેઉના સમન્વયથી આ પૃથ્વી પર સ્વર્ગ અવતારવાનું છે. આવા આત્મજ્ઞાન અને વિજ્ઞાનના સમન્વયના નવા યુગ ભણી આપણે આગળ વધી રહ્યા છીએ. આત્મજ્ઞાન ને વિજ્ઞાનની બેઉ પાંખે માણસ વિહરશે ત્યારે
એટલેસ્તો
આભાસી તંતુનો
અનેરો વિચ્છેદ, સર્જાતો નથી.
dr.ketan karia said,
September 22, 2011 @ 1:13 AM
કેટલું ઊંચુ ઊંડાણ …..ક્લમમાં…..!!!!!
Rakesh Thakkar, Vapi said,
September 22, 2011 @ 1:32 AM
બહુ જ ઉંચી કવિતા ! કવિની ઉંચી ઉડાન !