કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં
– શબનમ ખોજા

આવતા ભવે – વિપિન પરીખ

તું અમેરિકન પત્નીની જેમ
મને છોડીને ચાલી તો ન ગઈ
તેં મને
અનેક મનુષ્યોની વચ્ચે
વકીલોના સહારે
કોર્ટમાં બદનામ પણ ન કર્યો
ન તો ક્યારેય આક્રોશ કર્યો
ન ફરિયાદ કરી
માત્ર એક દિવસ વાતવાતમાં
તું આટલું બોલી ગઈ –
‘આવતા ભવે પતિ તરીકે તમે તો નહીં જ !’

-વિપિન પરીખ

ભવોભવ એક-મેકના સાથી બનવાની માન્યતાને બાળાગોળીને જેમ ચટાડી ચટાડીને ઉછેરાતા ભારતીય દંપતિઓમાંથી કેટલા દંપતિઓ જીવનના અંત લગી સાચેસાચ આ સંસ્કારો જીવી-જિરવી શકતા હશે ? કેટલાક સુખદ અપવાદોને બાદ કરતાં વિવિન પરીખની આ વાત શું મોટાભાગના લોકોના જીવનનો સાચો ચહેરો નથી? ક્યારેક પરિવારની સંકુલતા, ક્યારેક બાળકોના નામની બેડી, ક્યારેક ધર્મનું નડતર અને ક્યારેક સમાજની દિવાલ બે વ્યક્તિને એક છત નીચેથી છૂટા પડતા અટકાવી દે છે. પણ છૂટાછેડા શું માત્ર કોર્ટરૂમમાં જ થાય છે? એક પલંગના બે છેડા પર સૂતેલા બે શરીરો કદાચ રાત્રિના અંધારામાં એક થાય પણ ખરાં, પણ બે મન છૂટા પડીને પૃથ્વીના સામસામા છેડે પહોંચી ગયા હોય એવું નથી બનતું?

13 Comments »

  1. SV said,

    April 15, 2007 @ 8:38 AM

    VivekBhai this small but thought provoking poem as you rightly said, is the reality of Indian and most conservative cultures.

  2. radhika said,

    April 16, 2007 @ 1:18 AM

    ખુબ જ સુદર

    સાવ જ સરળ શબ્દોમા કેટલી મોટી વાત રજુ થઈ છે !!!

  3. rajesh trivedi said,

    April 17, 2007 @ 12:45 AM

    તમારી વાત ઍક્દમ સાચી છે many people in the world live in the position described by the poet Shri Vipin Parikh. This is a real part of life. The plus point of the poem is that she did not tell it in front of the people in the court n did not leave him behind. But its true as well that she told atleast ”
    Really beautiful.

  4. UrmiSaagar said,

    April 17, 2007 @ 1:16 PM

    ખુબ મોટી અને ઊંડી વાતની સાવ સરળ શબ્દોમાં અદભૂત રજૂઆત!!

  5. સુરેશ જાની said,

    April 18, 2007 @ 12:17 AM

    બહુ જ વીચારતા કરી મુકે તેવી વાત.
    પણ આનો ઉકેલ શો?

  6. મિર્ચી શેઠ said,

    April 20, 2007 @ 4:50 AM

    ભારતિય લગ્ન પ્રથા નુ એક કડવુ સત્ય .. ફરી એક વખત ઉજાગર કરાયું

  7. chetu said,

    April 21, 2007 @ 1:51 PM

    થોડા અંશે મળતા આવતા આ જ વિષય પર હમણાં જ એક ફિલ્મ આવી ” કભી અલવિદા ના કહેના.”..પણ ભારત માં બહુ ચાલી નહી…

  8. Hiral Thaker - 'Vasantiful' said,

    April 27, 2007 @ 4:14 AM

    Reality in the form of words……But I hvae no words to say………

  9. rajeshkoli said,

    April 28, 2007 @ 6:58 AM

    waah are hujur wah kavita

  10. લયસ્તરો » પ્રયત્ન - વિપિન પરીખ said,

    January 7, 2008 @ 10:38 PM

    […] વિપિન પરીખ લગ્નની હકીકતને બહુ કાળજીથી વર્ણવી જાણે છે. પ્રેમ જ્યારે લગ્નની હકીકત સાથે ટકરાય છે ત્યારે કેવી ચીસ સાથે એના ચૂરેચૂરા થઈ જાય છે એની આ કવિતામાં વાત છે. આ કવિતા વાંચતા વાંચતા તરત ‘આવિષ્કાર’ ફીલ્મ યાદ આવી ગઈ. એમાં પણ આ જ રીતે ફ્લેશબેકના ઉપયોગથી એક પ્રેમલગ્નનાં તૂટવાની વાત હતી. […]

  11. Pinki said,

    January 8, 2008 @ 3:22 AM

    થોડા અને સચોટ શબ્દોમાં પત્નીની મનોદશાનું શબ્દશઃ વર્ણન ……… !!!

  12. ભાવના શુક્લ said,

    January 8, 2008 @ 11:52 AM

    પરીવર્તન સંસારનો નિયમ છે ને છતા પૃથ્વિ ગોળ છે. સમસ્યાનો ઉકેલ તો શુ હોય પરંતુ સાદી વાત એ કે જે દિશામા સુર્ય આથમી ચુક્યો છે ત્યા તાકયા કરવાથી શુ વળે..૧૮૦ અંશનો ટર્ન મારીને જોવાની દ્રષ્ટિ કેળવતાજ એ જ સુર્ય ત્યા જ ઉગે છે… અને ભારતીય સંસ્કાર લગ્નો ટકી જાય છે. આવિષ્કાર દરેક યુગલને જોવાલાયક ઉત્કૃષ્ટ ફિલ્મ હતી..

  13. Anon said,

    June 24, 2012 @ 11:33 AM

    Modified version
    તમે અમેરિકન પતિની જેમ , મને છોડીને ચાલી તો ન ગયા
    તમે મને અનેક મનુષ્યોની વચ્ચે , વકીલોના સહારે કોર્ટમાં બદનામ પણ ન કર્યો
    ન તો ક્યારેય આક્રોશ કર્યો , ન ફરિયાદ કરી.

    માત્ર એક દિવસ વાતવાતમાં તમે આટલું બોલી ગયા-
    ‘આવતા ભવે પત્ની તરીકે તમે તો નહીં જ !’

    Modified version “આવતા ભવે” – વિપિન પરીખ
    ——————————————–
    ભવોભવ એક-મેકના સાથી – દંપતિ :: કેટલાક સુખદ અપવાદોને બાદ કરતાં :: ક્યારેક પરિવારની સંકુલતા, ક્યારેક બાળકોના નામની બેડી, ક્યારેક ધર્મનું નડતર અને ક્યારેક સમાજની દિવાલ, બે વ્યક્તિને એક છત નીચેથી છૂટા પડતા અટકાવી દે છે. પણ બે મન છૂટા પડીને પૃથ્વીના સામસામા છેડે પહોંચી ગયા, એવું નથી બનતું?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment