પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

ગઝલ – સાહિલ

નામ એનું લેવાયું છે પાંચમાં
વિશ્વ આખું લઈ ઊડ્યા જે ચાંચમાં

ના કશુંયે આપવા જેવું હતું
એટલે તો સ્વપ્ન મૂક્યાં ટાંચમાં

સૂર્યના ઘરની તલાશી જો લીધી
માત્ર અંધારાં મળ્યાં છે જાંચમાં

સાવ ખાલીખમ ભલે રસ્તો રહ્યો
કેટલા ખતરા ઊભા છે ખાંચમાં

સાથમાં એકાદ-બે પગલાં ભર્યાં
આયખું વીતી ગયું રોમાંચમાં

જોઈને એની નિગાહોની તરસ
એક સપનું મેંય દીધું લાંચમાં

– સાહિલ

10 Comments »

  1. Rina said,

    September 10, 2011 @ 1:46 AM

    વાહ….

  2. neerja said,

    September 10, 2011 @ 1:47 AM

    good one

  3. Taha Mansuri said,

    September 10, 2011 @ 2:44 AM

    સરળ અને સુંદર રચના . . .

  4. Pushpakant Talati said,

    September 10, 2011 @ 5:55 AM

    વાહ ! – મઝા આવી ગઈ હો ! !! !!! !! ! .
    શું પ્રાસ થયો છે – પાંચમાં – ચાંચમાં – ટાંચમાં – જાંચમાં – ખાંચમાં – રોમાંચમાં – અને છેલ્લે – લાંચમાં
    ફક્ત પ્રાસ ખાતર પ્રાસ નથી પણ અર્થ સભર અને શક્તિશાળી પણ ખરો જ . – ખરેખર સાહિલજી ને આ માટે દાદ આપવી જ પડે.
    ધન્યવાદ.

  5. સુનીલ શાહ said,

    September 10, 2011 @ 7:49 AM

    પ્રત્યેક શેર સરસ થયો છે… મઝા પડી.

  6. Labhshankar Bharad said,

    September 10, 2011 @ 8:11 AM

    સરળ, સુંદર રચના. ધન્યવાદ- ‘સાહિલ’ !

  7. અનામી said,

    September 10, 2011 @ 11:15 AM

    ખુબ જ સુંદર ગઝલ…મજા આવી..

  8. Sudhir Patel said,

    September 10, 2011 @ 1:18 PM

    ગઝલમાં અઘરા કાફિયાનો સુંદર વિનિયોગ!
    સુધીર પટેલ.

  9. Dhruti Modi said,

    September 10, 2011 @ 4:47 PM

    સરસ ગઝલ.

  10. dr.ketan karia said,

    September 15, 2011 @ 1:51 AM

    ૩જો શેર ઉતમ …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment