મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.
મરીઝ

તું મને ના ચહે – હરીન્દ્ર દવે

તું મને ના ચહે,
ને ચહું હું તને,
પ્યાર ના એ મને આવડે છે.

પ્રેમમાં માત્ર પરિત્યાગનો ભાવ,
તો આપણા પંથ જુદા પડે છે.

હું ના બંધન કોઈ માનનારો કદી,
હું ન ‘ચિરકાળ ચાહીશ’ એવું કહું;
કાલ સૌંદર્ય તારું જશે ઓસરી
ને નહીં હુંય તે આજ જેવો રહું.

કાલ તો ઉગશે કાલ
આ આજને માણવા ચિત્ત તારું ચહે છે ?

આવ, તો, આવ હે !
અધરને આંગણે
હ્રદય ત્યાં વાટ તારી લહે છે.

– હરીન્દ્ર દવે

તદ્દન જુદા જ મિજાજની કવિતા……

7 Comments »

  1. Rina said,

    September 5, 2011 @ 1:50 AM

    beautiful….

  2. ધવલ said,

    September 5, 2011 @ 5:17 PM

    ચાહવુ… એ ‘મુક્ત’ મને… કોઈ કોઈને જ સાદ્ય થાય છે.

  3. Dhruti Modi said,

    September 5, 2011 @ 5:34 PM

    ખૂબ જ સુંદર.

  4. વિવેક said,

    September 6, 2011 @ 3:31 AM

    અહા !!

  5. Lata Hirani said,

    September 6, 2011 @ 5:49 AM

    શરીરના મહિમાથી ભરી ભરી કવિતા

  6. kishoremodi said,

    September 6, 2011 @ 11:10 PM

    પ્રેમનું નવું પરિમાણ સમજાવતી સુંદર કવિતા

  7. PUSHPA said,

    August 10, 2013 @ 11:09 PM

    સત્ય ને સવિકારો બસ જિવન મધુ છે.એજ આ ક્ષણનિ સમજ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment