વરસાદ કહે – – રમેશ પારેખ
વરસાદ મૂવો છાંટાથી કહે મને – છટ્
ઘડીઘડી પડીપડી ટીપેટીપે મારા પર પાડે છે પોતાનો વટ્ટ…
કાંટો વાગે તો લોહી નીકળે છે એમ મૂવો છાંટો વાગે તો શું થાય ?
લોહીને બદલે નિસાસાઓ નીકળે ને એનું ખાબોચિયું ભરાય,
છાંટા નહીં, મારા પર પડયું હોત છાપરું તો પાટા હું બંધાવત ઝટ્ટ…
એકલાં પલળવાના કાયદા નથી – એ વરસાદને જો માહિતી હોત,
તો તો એ છાંટા સંકેલીને ટગરટગર મારું આ ટળવળવું જોત,
કહું છું વરસાદને – જા, એને પલાળ જેના નામની રટું છું હું રટ…
– રમેશ પારેખ
ચોમાસુ મનભર જામ્યું છે એવામાં ર.પા.નું એક અદભુત વરસાદી ગીત.. આ ગીત મોટેથી વાંચો ત્યારે લોહીમાં ટપ્પ-ટપ્પ વરસાદ પડતો ન અનુભવાય તો કહેજો…
ટાઇપ સૌજન્ય: ટહુકો.કોમ
Bhadresh Joshi said,
September 4, 2011 @ 6:48 AM
વિચાર વિસ્તાર્, please.
પાનું કોરું જોઈને કોઈ કબીર,
અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.
અંકિત ત્રિવેદી
Dhruti Modi said,
September 4, 2011 @ 6:34 PM
સરસ લટકા -મટકા ને ઝટકાવાળું ગીત.
Ramesh Patel said,
September 4, 2011 @ 8:55 PM
કહું છું વરસાદને – જા, એને પલાળ જેના નામની રટું છું હું રટ…
– રમેશ પારેખ
વાહ્! મજાનું વરસાદી ગીત.
રમેશ પટેલ(આકાશદીપ)
kishoremodi said,
September 6, 2011 @ 11:15 PM
સુંદર છટપટાવતું ગીત
હાતિમ said,
April 13, 2017 @ 11:14 AM
રમેશભાઈ બહુ વહેલા ચાલ્યા ગયા!!!!હજી} તો ગુજરાતી સાહિત્યને કેટકેટલી અપેક્ષાઓ હતી!!!!
વિવેક said,
April 14, 2017 @ 8:35 AM
સાચી વાત, હાતિમભાઈ…