ઝાકળ – અબ્દુલ ગફાર કાઝી
પરોઢે
ફૂલોની ડાળે ડાળે
બેઠી છે
ઝાકળની
ઝીણી ઝીણી ચકલીઓ…
*
ફૂલોના રણમાં
ભૂલો પડી ગયો છે
ઝાકળનો કાફલો
*
ઝાકળની પેનથી
હું લખું છું
ફૂલોના કાગળમાં
એક રંગબેરંગી
પતંગિયાની કવિતા…
*
ફૂલ અકસ્માતે મૃત્યુ પામ્યું
ને હવે
હું ભટકી રહ્યો છું
ઝાકળનાં ડૂસકાં લઈને…
– અબ્દુલ ગફાર કાઝી
મોનો ઇમેજ કાવ્ય જો ઢંગથી લખવામાં આવે તો એના દ્વારા ઊભા થતા નાનાવિધ શબ્દચિત્રોની મજા જ કંઈ ઓર છે ! અહીં કવિએ બહુ જૂજ શબ્દોથી ઝાકળના જે ચાર ચિત્રો કલમની પીંછીથી કલ્પનાના કેન્વાસ પર ઉપસાવ્યા છે એ ખરે જ દાદ માંગી લે છે…
Rina said,
July 20, 2011 @ 1:33 AM
SIMPLY BEAUTIFUL………
Shailesh Patel said,
July 20, 2011 @ 3:14 AM
સુન્દર્
Rakesh Thakkar, vapi said,
July 20, 2011 @ 3:19 AM
NICE…..
Mukund Joshi said,
July 20, 2011 @ 3:38 AM
કાગળ ઝાકળ ફૂલ કલમ દ્વારા સર્જેલ સુન્દર શબ્દચિત્રો.
મીના છેડા said,
July 20, 2011 @ 3:38 AM
વાહ!!!
ઝાકળની પેનથી
હું લખું છું
ફૂલોના કાગળમાં
એક રંગબેરંગી
પતંગિયાની કવિતા…
*
ફૂલ અકસ્માતે મૃત્યુ પામ્યું
ને હવે
હું ભટકી રહ્યો છું
ઝાકળનાં ડૂસકાં લઈને…
કવિની કલ્પનાને દાદ હજો…
ધવલ said,
July 20, 2011 @ 7:59 AM
ફૂલ અકસ્માતે મૃત્યુ પામ્યું
ને હવે
હું ભટકી રહ્યો છું
ઝાકળનાં ડૂસકાં લઈને…
– સરસ !
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
July 20, 2011 @ 9:33 AM
વાહ વાહ સિવાય બીજું કાંઈ કહી શકાય?
જ્યાં ઝાકળ નિત ઊગે ‘ને આથમી જાય.
Kalpana said,
July 20, 2011 @ 6:44 PM
સરસ મઝાની વાત, છેલ્લે ઝાકળ ડુસ્કાથી વિખેરાયું.
આભાર
urvashi parekh said,
July 20, 2011 @ 7:58 PM
સરસ અને સુન્દર શબ્દો દ્વારા સુન્દર પેઈન્ટીંગ.
Nili said,
July 20, 2011 @ 8:00 PM
નજાકતભર્યા કાવ્યચિત્રો.
Maheshchandra Naik said,
July 20, 2011 @ 11:31 PM
ઝાકળ સહીત જાત લઈ આવ્યા હોય એવુ અનુભવ્યુ, કવિશ્રીને અભિનંદન , આપનો આભાર,,,,,,,
Maheshchandra Naik said,
July 20, 2011 @ 11:33 PM
ઝાકળ સહીત જાત લઈ આવતા હોય એવુ અનુભવ્યુ,
કવિશ્રીન અભિનદન, આપનો આભાર……………..