પ્રભાત -કૃષ્ણ દવે
સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?
કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર.
પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,
હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.
બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,
આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.
તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.
– કૃષ્ણ દવે
Jayprakash said,
March 14, 2007 @ 12:54 PM
બહુ સુન્દર કાવ્ય. તમારુ કાવ્ય અમને બહુ ગમ્યુ.
Harshad Jangla said,
March 14, 2007 @ 8:30 PM
સુરજનો બાબો…. કેટલી સુંદર કલ્પના
આભાર
હર્ષદ જાંગલા
એટલાન્ટા
યુએસએ
shriya said,
November 30, 2008 @ 6:21 PM
તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત
સરસ કલ્પના! 🙂
Mansi Shah said,
December 1, 2008 @ 2:25 AM
એકદમ મસ્ત!
Baiju said,
November 24, 2022 @ 7:42 AM
અરે વાહ, દવે સાહેબ ની એક અલગ જ છટા છે.