સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરોનું નવું ઈ-મેલ લીસ્ટ

(આ પોસ્ટ થોડા દિવસ સુધી મથાળે રહેશે. નવા પોસ્ટ આ પોસ્ટની નીચે અપડેટ થાય છે.)

કમનસીબે, લયસ્તરોનું અત્યાર સુધી કામ આપતું ઈ-મેલ લીસ્ટ હવે ‘રિટાયર’ થાય છે. સો-બસો ઈ-મેલ મોકલવાની વાત હોય તો પહોંચી વળે એવું આ લીસ્ટ, હજારથી વધારે ઈ-મેલ સબસ્ક્રાઈબર્સના બોજ નીચે દબાઈ જતુ’તુ. હવે એને રિટાયર કરે જ છૂટકો હતો ઃ-)

એની જગા લેશે નવું ઈ-મેલ લીસ્ટ જે ‘ફીડબર્નર’ (ગૂગલની સેવા)થી ચાલે છે. આ લીસ્ટ માટે તમારે ફરી વાર સબસ્ક્રાઈબ કરવું પડશે. બસ, સાઈડબાર પરના બોક્સમાં તમારું ઈ-મેલ એડ્રેસ સબમીટ કરો એટલે ફરી આપને ઈ-મેલ મળતા થઈ જશે.

19 Comments »

  1. Hasmukh Barot said,

    July 13, 2011 @ 6:55 AM

    નમસ્કાર,
    કાવ્ય મોકલવા માટે પણ આજ સાઈટ કે કેમ તે જણાવશો,
    હસમુખ બારોટ

  2. વિવેક said,

    July 13, 2011 @ 8:00 AM

    કાવ્ય આપ ઇ-મેલ કરશો તો વધુ ફાવશે:

    dr_vivektailor@yahoo.com
    mgalib@hotmail.com

  3. Sarju Solanki said,

    July 15, 2011 @ 11:59 PM

    આપનો આભાર…લય્સ્તરો વગર જીવિ ના શકાય…..

  4. Girish Parikh said,

    July 18, 2011 @ 8:08 PM

    ‘લયસ્તરો’ મારા માટે તો ‘શ્વાસસ્તરો’ છે!
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    Blog: http://www.girishparikh.wordpress.com
    E-mail: girish116@yahoo.com

  5. Maheshchandra Naik said,

    July 20, 2011 @ 11:29 PM

    લયસ્તરોની આદત -વ્યસન પડી ગયુ છે,,,,,,રાહ જોતા રહેતા હોઈએ છીએ…આભાર……

  6. Girish Parikh said,

    July 23, 2011 @ 12:06 PM

    શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના http://www.girishparikh.wordpress.com બ્લોગ પર.
    આપનો બ્લોગ અગત્યનું પ્રદાન કરી રહ્યો છે.
    “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ એક બ્લોગમાંના તાજેતરના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું.
    આપને તથા આપના વાચકોને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ

  7. Girish Parikh said,

    August 4, 2011 @ 9:21 AM

    આજનો પ્રતિભાવઃ સુખ શાંતિ મેળવવાનો માર્ગ

    http://bhajanamrutwani.wordpress.com/

  8. Girish Parikh said,

    August 4, 2011 @ 12:43 PM

    ઉપરનો પ્રતિભાવ ભૂલથી પોસ્ટ થઈ ગયો છે તો માફ કરશો.
    પણ આપને ‘સુખ શાંતિ મેળવવાના માર્ગ’ વિશેની લીંક મેળવવી હોય તો આવતી કાલે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થનાર ‘આજનો પ્રતિભાવ’ જરૂર વાંચશો.

  9. Hasmukh Barot said,

    August 9, 2011 @ 12:47 AM

    Sir,
    I am not able to read the poem, some problem in the mode of font, I can see only squre instead of the word,
    please advise,
    thanks,
    Hasmukh Barot

  10. ધવલ said,

    August 9, 2011 @ 11:50 AM

    For the font problems, my suggestions is to change the encoding to Unicode (UTF-8) from the top menu. If not, email me at mgalib@hotmail.com

  11. bhupatsinh sarvaiya said,

    August 14, 2011 @ 3:31 PM

    ખૂબ સારી સેવા કરી રહ્યા છો ડોક્ટર સાહેબ , ૨ મહિના થી અમેરિકા છું, ઘણી કવિતા -ગઝલ લયસ્તરો પર થી શાંતિ થી વાંચવાનો અવસર મળ્યો.

  12. Manan Desai said,

    August 30, 2011 @ 4:11 AM

    ક્યાં કશું સાથે લઈને જવાનાં છીએ,
    આખરે તો સૌ રાખ થવાનાં છીએ.

    લડી લડીને કેટલું લડશો ઓ યારો,
    અંતે આપણે સૌ તો એકબીજાંનાં છીએ.

    રાવણ ને દુર્યોધન તો ના થાઓ,આપણે;
    ક્યાં રામ કે કાનો થઈ શક્વાના છીએ.

    એક બીજાંનો વાંક કદી ના કાઢતાં યારો,
    આપણે સૌ જ તો સમયના તાબાંમાં છીએ.

    ‘મન્’ કહે માણીલો આ અજોડ જિંદગીને,
    ફરી ફરી ક્યાં અહીં આપણે આવવાના છીએ.
    -મનન દેસાઇ(મન્)

  13. Girish Parikh said,

    September 8, 2011 @ 7:46 PM

    ‘લયસ્તરો’ મારા સ્વપ્નમાં !
    સપ્ટેમ્બર ૭, ૨૦૧૧ના રાતના બાર પછી (એટલે સપ્ટેમ્બર ૮ ના રોજ) મને ઊંઘમાં સ્વપ્ન આવ્યું ને મેં ‘લયસ્તરો’ વેબ સાઈટ જોઈ.
    હાલ વિવેક, ધવલ, ઊર્મિ, અને તીર્થેશ (હું માનું છું કે બધા સૂરતના છે!) ‘લયસ્તરો’ પર કાવ્ય પોસ્ટ કરી શકે છે. અલબત્ત કોમેન્ટમાં કોઈ પણ ભાવક કાવ્ય કે કાવ્યની પંક્તિઓ પોસ્ટ ક્રીશકે છે).
    સ્વપ્નમાં મેં જોયું કે એક જાણીતી લેખિકાએ (જે સૂરતની નથી) પણ ‘લયતરો’ પર (કોમેન્ટમાં નહીં) કાવ્ય પોસ્ટ કર્યું હતું!
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    તા.ક. વિવેકભાઈ, સ્વપ્નમાં મેં જોયું એ લખ્યું છે. આપને આ પોસ્ટ યોગ્ય ન લાગે તો ખુશીથી ડીલીટ કરી શકો છો.

  14. b m parmar said,

    November 4, 2011 @ 10:41 PM

    આ સાથે મારી નવી ગઝલ ‘ બે ચાર શબ્દોથી ‘
    મોકલાવી રહ્યો છું. ‘લયસ્તરો’ ના ઈંટરનેટની દુનિયામાં
    એને સ્થાન આપશો એવી અભ્યર્થના.

    આપનો
    બી.એમ.પરમાર / ગાંધીનગર /ગુજરાત
    ********************************

    ‘બે ચાર શબ્દોથી’
    બે ચાર શબ્દોથી આખી વાત કહેવાશે નહી
    કહેવી હોય તો એ વારતા આખી તું પૂરી કર
    કોઈના પગરવ વિના સુનકાર થમશે નહી
    અજવાળે દિવસના બારણાં તું બંધ ન કર
    કોઈ ભલે કહે એ જગા કોરીધાકોર રહશે નહી
    કઈક તો ત્યાં પ્રગટશે વરસવાનું તું શરુ કર
    એમની આંખોની ભાષા વાંચવી સરળ નથી
    હું પણાના ભારથી પહેલાં જાતને તું મુક્ત કર
    મંદિરમાં જઈને પણ એને ઓળખી શકીશ નહી
    જે વસે છે ભીતરમાં એને નિરંતર તું યાદ કર
    – બી.એમ.પરમાર / ગાંધીનગર /ગુજરાત
    **********************************

  15. b m parmar said,

    November 4, 2011 @ 10:44 PM

    પાનખરની નિશાનીઓ છે, એ ઘર ગામ અને ખાલી રસ્તે
    તમે નીકળ્યાં હતા જ્યાંથી કંકુના થાપા મુકીને બારણે
    કોઈ જુનો અંગત વ્યવહાર લાગે છે પાણીની સાથે એને
    આંખમાં કારણ વગર શું કામ પુર આવે છે વારે ઘડીએ ?
    ઋતુઓના રંગ અને ફૂલોની સુવાસ સાથે રાખી છે જેમણે
    એમના મળવાથી નક્કી શરૂઆત વસંતની થતી લાગે છે.
    તારી હયાતીના બધા પ્રસંગો રાત ઢળતાં વીંટળાઈ જશે
    ઉદાસીને મેલીશ આઘે અંધકારમાં એક નામ તારું લઇને
    તું મળવા આવીશ તો જોઈ શકીશ તને ધરાઈ ધરાઇને
    સમય તો ભલે ચાલતો રહેશે પણ દ્રષ્ટિ નક્કી સ્થિર હશે.!
    – બી.એમ.પરમાર / ૦૩/૧૧/૨૦૧૧

  16. b m parmar said,

    November 4, 2011 @ 10:46 PM

    રૂબરૂ મુલાકાત પછીએ કેટલીક વાતો અધુરી રહી જાય છે
    આપણે મળીએ ત્યારે બધું યાદ રહેતું હોય તો કેવું સરસ ?
    વાતની શરૂઆતનું કારણ ગમે તે પ્રસંગ હોય આપણા બે નો
    અધુરી કડીઓ એમ ફરી જોડી શકાતી હોય તો કેવું સરસ ?
    સ્વપ્નોનો થાય સરવાળો એવા પ્રશ્નો તું પૂછ પૂછ ના કરીશ
    વીતેલા સમયને ક્યાંકથી પકડી શકાતો હોય તો કેવું સરસ ?
    સુખ અને દુખના ખાનાં ત્યારથી અલગ રાખી શકાયાં હોત
    કોઈના ભીતરની વાતો કળી શકાતી હોય તો કેવું સરસ ?
    આંખોમાં આસ્થા અને દિલમાં શ્રદ્ધા લઈને રાત દિવસ
    તું જેને નમે છે એ પત્થર પણ ઈશ્વર હોય તો કેવું સરસ ?

    – બી.એમ.પરમાર / ૦૫/૧૧/૨૦૧૧

  17. Dhaval soni said,

    December 30, 2011 @ 1:43 PM

    khub j saras

  18. અનામી said,

    December 31, 2011 @ 12:31 PM

    આ પૉસ્ટ મથાળે જોઈજોઈને કંટાળી ગયો છુ..પ્લીઝ…હવે તો હટાવો…!!! 🙂

    થોડાને બદલે ઘણાં દિવસ થઈ ગયા..

  19. Bakul M Bhatt said,

    January 7, 2012 @ 4:15 PM

    શ્રી. વિવેકભાઈ,
    ઘણા વખતથી હું એક ગઝલ અને એક રાષ્ટ્ર ગીતના શબ્દો મેળવવા પ્રયત્ન કરું છું.
    સુરતના કવી સ્વ. મનોહરલાલ ચોકસીની લખેલી ગઝલ, ‘શબ્દનું દેવું ચડતું જાય છે, બોલવાથી બગડતું જાય છે.’ ના શબ્દો મોકલવા વિનંતી છે.
    રાષ્ટ્ર ગીત સુરતના સ્વ. માસ્તર વસંતે ગાયેલું છે. જેના શબ્દો છે, ‘ મારું વતન આ, મારું વતન આ.’ 1978-૮૧ના વર્ષો દરમિયાન, સ્વ. માસ્ટર વસંતના કુટુંબીજન શ્રી. જવાહરભાઈ પાસે મારા પત્ની સંગીત શીખતા હતા. કદાચ તેમની પાસે થી આ ગીતના શબ્દો મળી શકે. આ માટે અગાઉ મેં જાણીતા લેખક શ્રી. રજનીકુમાર પંડ્યાને ‘કુમાર’માં મા. વસંત ઉપરનો તેમનો લેખ વાંચીને વિનંતી કરી છે. આપને આ ગીતના શબ્દો મેળવવામાં પણ મદદ કરવા વિનંતી કરું છું.
    આભાર.
    બકુલ મુ. ભટ્ટ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment