ગઝલ – હેમંત ગોહિલ ‘મર્મર’
આ વસ્ત્ર એક જો વણાય તોય છે ઘણું ઘણું,
મળ્યું છે એટલું લણાય તોય છે ઘણું ઘણું.
કહે કબીર ઇશ તો અસીમ ને અમાપ છે,
જરાક જેટલો જણાય તોય છે ઘણું ઘણું.
નવો નથી ઉગાડવોય મોલ મારે ખેતરે;
ભરેલ કણસલાં લણાય તોય છે ઘણું ઘણું.
ભલે ન ભીતરે જવાય મુક્તકો તપાસવા,
બહાર છીપલાં ગણાય તોય છે ઘણું ઘણું.
અહીં હરેફરે અપાર ઝૂંડ એષણા તણા,
કદીક એક-બે હણાય તોય છે ઘણું ઘણું.
જવાબ તો બધાય પ્રેમના મળી જશે પછી
સવાલ એક હા ભણાય તોય છે ઘણું ઘણું
– હેમંત ગોહિલ ‘મર્મર’
આપણી અપાર ઇચ્છાઓનો કદી અંત હોતો જ નથી.. પણ જ પરમ સુખ તો સંતોષ જ છે.
Rina said,
July 9, 2011 @ 2:33 AM
અહીં હરેફરે અપાર ઝૂંડ એષણા તણા,
કદીક એક-બે હણાય તોય છે ઘણું ઘણું.
…superb
અનામી said,
July 9, 2011 @ 10:05 AM
અહીં હરેફરે અપાર ઝૂંડ એષણા તણા,
કદીક એક-બે હણાય તોય છે ઘણું ઘણું.
.no words,….
ધવલ said,
July 9, 2011 @ 11:38 AM
અહીં હરેફરે અપાર ઝૂંડ એષણા તણા,
કદીક એક-બે હણાય તોય છે ઘણું ઘણું.
-સરસ
Maheshchandra Naik said,
July 9, 2011 @ 1:48 PM
સરસ રચના,
અહીં હરેફરે અપાર ઝૂંડ એષણા તણા,
કદીક એક બે હણાય તો ય છે ઘણું ઘણું…………………
આ શેર જ બધુ કહી જાય છે…………………………
neha said,
July 9, 2011 @ 2:11 PM
સુન્દર્……………………
Sudhir Patel said,
July 9, 2011 @ 2:38 PM
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
Kalpana said,
July 9, 2011 @ 6:54 PM
સરસ. થોડી સુખની ક્ષણો જીરવાય તોયે ઘણુ છે.
P Shah said,
July 10, 2011 @ 4:24 AM
અહીં હરેફરે અપાર ઝૂંડ એષણા તણા,
કદીક એક-બે હણાય તોય છે ઘણું ઘણું….
એક બે ઇચ્છાઓ પૂરી ના પણ થાય જિન્દગીને કંઇ ફેર પડતો નથી.
સુંદર રચના !
bankimchandra shah said,
July 10, 2011 @ 3:41 PM
સુન્દર્ન ગઝલ્.
POOJS said,
July 11, 2011 @ 1:48 AM
જવાબ તો બધાય પ્રેમના મળી જશે પછી
સવાલ એક હા ભણાય તોય છે ઘણું ઘણું
ashok pandya said,
July 13, 2011 @ 4:18 PM
આવી એકાદ રચના જિન્દગીમા રચાય તોયે ઘણું ઘણું…વાહ મજો મજો..
મીના છેડા said,
July 13, 2011 @ 11:47 PM
સરસ
yogesh pandya said,
July 20, 2011 @ 6:23 AM
જવાબ તો બધાય પ્રેમના મળી જશે પછી
સવાલ એક હા ભણાય તોય છે ઘણું ઘણું
હેમંત ગોહિલ "મર્મર " said,
June 16, 2014 @ 7:21 AM
આભાર ,મિત્રો